હિન્દ ન્યુઝ,રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪ અંતર્ગતવોર્ડ નં.૦૨ ખાતે રાજીવનગર તથા સંજયનગર વિસ્તારનાં સ્વ-સહાય જૂથની બહેનો માટે ઘરમાં પડી રહેલ બિનઉપયોગી વસ્તુઓમાંથી નવીનતમ વસ્તુઓ બનાવવા માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું.
આ વર્કશોપમાં વેસ્ટ પૂઠામાંથી સુશોભિત વોલફ્રેમ, જુના કપડા/કાપડમાંથી ફેબ્રીક જ્વેલેરી, તોરણ, ટોડલીયા વગેરે વેસ્ટ વસ્તુઓનો સદુપયોગ કરીને તેનું નવીનીકરણ કરી ઘરઉપયોગી સુશોભિત કૃતિઓ બનાવવાની સ્વ-સહાય જૂથના બહેનોને માસ્ટર તેજલબહેન પોપટ દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી. આ તાલીમ થકી સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા વેસ્ટ વસ્તુઓ કે શહેરમાંથી ઉત્પાદિત થતો કચરો જ્યાં ત્યાં ફેક્વાને બદલે તેનો સદઉપયોગ કરી શહેરને સ્વચ્છ બનાવવા સંદેશો આપ્યો હતો.
આ સમગ્ર કામગીરીને સફળ બનાવવા પ્રોજેક્ટ ઓફિસર કાશ્મિરા વાઢેરનાં માર્ગદર્શનમાં સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર જીતુભાઈ વ્યાસ, દિપ્તીબેન આગરીયા, શ્રીમતી નયનાબેન કાથડ તથા SMID મેનેજર શાંતિલાલ બથવાર અને NULM સમાજ સંગઠક ધર્મેશભાઈ સુમેરાએ જહેમત ઉઠાવેલ હતી.
Advt.