હિન્દ ન્યુઝ, લાખણી
આમ આદમી પાર્ટીની ધરતીપુત્ર સન્માન યાત્રા લાખણી ખાતે આવી પહોંચતા પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓએ વાજતે ગાજતે ફૂલ હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ લાખણીના જસરા ખાતે બુઢેશ્વર મહાદેવના મંદિરમાં સભાનું આયોજન કરાયું હતુ. જસરા ખાતે મળેલી સભામાં આપ ના નેતાઓ દ્વારા ભાજપ અને કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. મોઘવારી, બેરોજગારી, ખેતપેદાશોના નીચા ભાવ, શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના અભાવે આમ જનતાને પડતી મુશ્કેલીઓ બાબતે સત્તા પક્ષ અને વિપક્ષને જવાબદાર ઠેરવ્યા હતા. સભાના અંતમાં બહોળી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરી પાર્ટીનું સંગઠન મજબૂત બનાવવાની જવાબદારી લીધી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરી, કિસાન નેતા સગરભાઈ રબારી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, જિલ્લા પ્રમુખ ડૉ. રમેશભાઈ પટેલ તેમજ લાખણી તાલુકાના કાર્યકરો અને ગામલોકો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા બનાસકાંઠાના નડેશ્વરી માતાજીના આશીર્વાદ લઈ ધરતીપુત્ર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગામે ગામ મુલાકાત લઈ ખેડૂતો ની મુશ્કેલીઓ અને પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે અને 2022 માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમામ સમસ્યાઓ દૂર કરવાની બાહેધરી આપવામાં આવી રહી છે.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી