હિન્દ ન્યુઝ, લાખણી
થરાદ તાલુકા ના લુવાણા (ક) ગામ ના મારવાડી ચોધરી પટેલ વર્ષો જુના પહેલા ઉકોજી વડીલ અને વાઘાજી ડોકરો સમારપુરીજી બાબજી આ બંન્ને જણ ગંગાજી ગયા અને ત્યાં ગંગાના ઘાટ પર સ્નાન કરતા હતા ત્યારે એમને શિવલિંગ મળી અને આ બંને વ્યક્તિઓએ તેમના ભૂદેવોને પૂછ્યું તો તેમના ભૂદેવોએ કહ્યું કે તમે તમારે ઘરે લઈ જાઓ અને પૂજા પાઠ કરજો ત્યારે ઉકોજી વડીલ અને સમારપુરી બાપજી ભુદેવે આપેલી શિવલિંગ લુવાણા કળશ ગામે લઈ ને આવ્યા.
ઉકાજીએ નાનો ઓટલો બનાવીમને તે શિવલિંગને સ્થાપના કરી અને લુવાણા કળશ ગામના મહાન પંડિત હરખચંદ દવે તેમના દ્વારા આ શિવલિંગની પૂજા 11 વર્ષ કરવામાં આવી હતી અને ત્રીજી પેઢીએ લસાજી ઓડ દર વર્ષે સવા મહીનો અખંડ જ્યોત રાખીને અને મહાદેવજી નો યજ્ઞ કરી પછી ભોજન લેતા હતા પટેલ લક્ષ્મણાજી વાઘાજી તથા નારણાજી લુબાજી તથા નાગજીજી વજાજી તથા કલાજી વાઘાજી દર વર્ષે સવા મહિનો વ્રત રાખીને જમતા.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી