ભાવનગર ખાતે યોજાયેલી લોક અદાલતમાં કુલ ૯,૫૮૭ કેસોનો નિવેડો આવ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર ખાતે નાલ્સા (nalsa) સુપ્રીમ કોર્ટ અને રાજ્ય કાયદા સેવા સત્તામંડળ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર. ટી. વાછાણી સાહેબે દીપ પ્રગટાવી લોક અદાલતનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ભાવનગર જિલ્લા હેડક્વાર્ટરના એપેલેટ તથા સિનિયર અને જુનિયર સિવિલ જજ સાહેબશ્રીઓ તથા સરકારી વકીલઓ તથા તમામ બારના વકીલઓ હાજર રહ્યાં હતાં. આ લોક અદાલતમાં ભાવનગર જિલ્લામાંથી કુલ ૯,૫૮૭ કેસોનો નિવેડો આવ્યો હતો. જેમાં પ્રિલીટીગેશન, રેગ્યુલર લોક અદાલત અને સ્પેશિયલ સીટીંગના કેસોનો સમાવેશ થાય છે અને કુલ રૂપિયા ૪,૦૯,૦૧,૪૫૬/- રૂપિયાનો એવોર્ડ થયેલો છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment