પ્રિ-લીટીગેશન કેસમાં સમાધાન અંગેની રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી. જેમાં પી.જી.વી.સી.એલ. ખારગેટ તથા ડી.પી.મહેતા એન્જીનીયરીંગ, ભાવનગરનાઓ વચ્ચે પી.જી.વી.સી.એલ. ખારગેટના બાકી લેણા વ્યાજ સહિત રૂા.૩૧,૨૪,૫૨૨ વસુલ લેવાના થતા હતા. તે પૈકી બન્ને પક્ષકારો વચ્ચે રૂા.૧૨,૮૭,૫૯૧/૪૭ માં સુખદ સમાધાન થયું હતું. જે પૈકી ડી.પી.મહેતા એન્જીનીયરીંગ, ભાવનગરનાઓ વતી સુલતાનભાઈ એહમદભાઈ સોલંકી દ્વારા રૂા.૪,૦૦,૦૦૦ નો ચેક આપી તેમજ આગામી સમયમાં રૂ.૮,૮૭,૬૦૦ ના બે હપ્તામાં ભરી આપવા બન્ને પક્ષકારો સંમત થયાં હતાં. ઉપરોકત કાર્યવાહીમાં પી.જી.વી.સી.એલ. રાજકોટ કોર્પોરેટ ઓફિસના કન્ટ્રોલ ઓફિસર એકાઉન્ટ રેવન્યુ અધિકારી ડી.જે.લાખાણી તેમજ ઝોનલ ઓફિસ ભાવનગરના એડિશનલ ચીફ એન્જીનીયર એ.એ.જાડેજા, સર્કલ ઓફિસ ભાવનગરના સુપ્રિટેન્ડેન્ટ એન્જીનીયર ડી.વી.લાખાણી તથા એકાઉન્ટ ઓફિસર સ્મિતાબેન હઠીલા, સીટી -૧ ડિવિઝન, ભાવનગરના એક્ઝિક્યુટિવ એન્જીનિયર એન.જે.તન્ના તેમજ ખારગેટ સબ ડિવિઝનના નાયબ ઈજનેર જે.આર.ગામીત ઉપસ્થિત રહ્યાં હતાં. આ રીતે ઉપરોકત પ્રિલીટીગેશન કેસમાં બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એસ.એમ.ઈ.સેન્ટર શાખા, નિલમબાગ, ભાવનગરનાઓના બાકી લેણાં વ્યાજ સહિત રૂ.૧૫,૫૨,૭૮૩ વસૂલ લેવાનાં થતાં હતાં, તે પૈકી બને પક્ષકારો વચ્ચે આજરોજ રૂા.પ,૦૦,૦૦૦ માં સુખદ સમાધાન થયું હતું. જે પૈકી રામકૃષ્ણ પ્લાસ્ટિક વતી ગુજરનારના વારસદાર નયનાબેન કાનેટીયાનાઓ દ્વારા આજરોજ રૂ .૪,૦૦,૦૦૦ તેમજ આગામી સમયમાં રૂ.૧,૦૦,૦૦૦ માં ભરી આપવા બન્ને પક્ષકારો સંમત થયાં હતાં. ઉપરોકત કાર્યવાહીમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા વતી તેમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર એસ.કે.મિશ્રા હાજર રહેલ અને આ રીતે ઉપરોકત પ્રિ-લીટીગેશન કેસમાં બન્ને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયેલ છે તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment