હિન્દ ન્યુઝ, કાંકરેજ
કાંકરેજ તાલુકાના અરણીવાડ થી ડીસા તાલુકાના બોડાલ ને જોડતો રસ્તો ઘણા સમય થી બિસ્માર હાલતમા જોવા મળેલ તેમજ ઠેરઠેર ખાડા પડી ગયા હતાં ત્યારે હવે સામાન્ય રીતે વરસાદના કારણે મોટાભાગના ખાડા પડતા પાણી ભરાયાં છે જેમાં રાહદારીઓ અને વાહન ચાલકો માટે અકસ્માત થવાની શકયતા વધી છે, વાહન ચાલકો ભયમાં વાહન ચલાવતા જોવા મળ્યા, ત્યાર બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરે અને આ રસ્તા નું સમારકામ કરવામાં આવે તેવી લોકો લાગણી સાથે માંગણી કરી રહ્યા છે કે ચાર વર્ષ જેટલો સમય થયો છે અને ખૂબ જ ખાડા પડ્યા છે રસ્તા બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના નવા જિલ્લા પંચાયત પ્રમુખ ભુબતાજી ઠાકોર અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રૂબરૂ મુલાકાત લઈને યોગ્ય રીતે કામ કરે તેવી લોકો ભારે આસ્વાદ હસ્તે કરવામાં આવ્યો. ત્યારે શું નવા જિલ્લા પંચાયત પ્રમુખ પોતાના કાંકરેજ તાલુકાની પ્રજા પ્રશ્ન અંગે ખ્યાલ આવશે કે નહીં તે જોવું રહ્યું.
રિપોર્ટર : બચુભાઈ મડાડા, કાંકરેજ