હિન્દ ન્યુઝ,
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સરદારધામ ભવનનું વર્ચ્યૂઅલ લોકાર્પણ અને કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન – એકવીસમી સદીમાં ભારત પાસે ગ્લોબલ લીડર તરીકે ઉભરવાનો અવસર, કોરોનાકાળમાં વૈશ્વિક અર્થતંત્ર “ડિફેન્સીવ” નીતિ અપનાવતું હતું ત્યારે આપણે “રિફોર્મ” સાથે આગળ વધ્યા : શ્રી નરેન્દ્રભાઈ મોદી
બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્ય ભારતીના નામે ચેર સ્થપાશે. કેન્દ્ર સરકારે યુવાનો, ખેડૂતો, વંચિતોના વિકાસ માટે સહકાર વિભાગ રચ્યો. પાટીદાર જ્યાં પણ જાય તેને ભારતનું હિત સર્વોપરી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં યુવાનોમાં કૌશલ્યનિર્માણને પ્રાધાન્ય, નરેન્દ્રભાઈ મોદીએ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી “ઉંચેરા માનવી”ને સાચી શ્રદ્ધાજંલી આપી, સરદારધામમાં કન્યા છાત્રાલય માટે વધુ જમીન ઉપયોગમાં લઇ શકાય તે માટે જમીનની 30 ટકા ઓછી કપાત કરાશે એવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું.