ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત પરીક્ષાઓ હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું : જિલ્લા મેજીસ્ટ્રેટ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા.૨૬-૦૯-૨૦૨૧ ના રોજ સવારનાં ૧૧:૦૦ કલાકથી બપોરના ૨:૦૦ કલાક સુધી લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment