વડોદરાની વ્રજલીલા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા, લોકોએ પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા

 

વડોદરા,

વડોદરા ચાર રસ્તા નજીક આવેલી વ્રજલીલા સોસાયટીના રહીશ મિતુલભાઇ પટેલે જણાવ્યું કે, વ્રજલીલા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે. માત્ર 1 કલાક વરસાદ પડે તો સોસાયટી સ્વિમિંગ પુલ બની જાય છે. આ ઉપરાંત વરસાદી માહોલમાં ગટરોના પાણી પણ ઉભરાય છે અને બંને પાણી સોસાયટીમાં ફરી વળે છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવા સહિત પોતાના વાહનો પાર્ક કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે.

સોસાયટીના અન્ય રહીશ નિકિતાબેન જોષીએ જણાવ્યું કે, આ સમસ્યાના નિરાકરણ માટે 4થી 5 વખત સ્થાનિક વોર્ડ કચેરી તેમજ કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં છેલ્લા 5 વર્ષથી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. વડોદરાના પરિવાર ચાર રસ્તા પાસે આવેલી વ્રજલીલા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશોએ શનિવારે રાત્રે પાલિકા વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને વિરોધ કર્યો હતો.

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment