દિયોદર ના ચમનપુરા દૂધ મંડળી ના તાળા તૂટ્યા 45 હજાર ની ચોરી કરી તસ્કરો ફરાર

દિયોદર,

દિયોદર તાલુકા ના ચમનપુરા ગામે સ્વતંત્રતા દિવસ ની રાત્રી ના સમય અજાણીયા ઈસમો એ દૂધ મંડળી ના તાળા તોડી 45 હજાર રૂપિયા રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે સી સી ટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ચમનપુરા ગામે આવેલ દૂધ મંડળી માં સ્વતંત્ર દિવસની રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ દૂધ મંડળી નું તાળુ તોડી અંદર પ્રવેશ કરી દૂધ મંડળીમાં ટેબલમાં પડેલ ૪૪ હજાર રૂપિયા રોકડા તેમજ એક પંખો કુલ કિંમત ૪૫ હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા દિયોદર પોલીસ મથક ખાતે દૂધ ડેરીના મંત્રીએ ફરિયાદ આપી છે જે બાબતે દિયોદર પોલીસે દૂધ મંડળીમાં તપાસ કરી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસનો દોર શરૂ કર્યો છે જેમાં તસ્કરો એ એકાએક દૂધ મંડળી ને નિશાન બનાવતા અન્ય દૂધ મંડળી ના કર્મચારીઓ માં ભારે ફફડાટ ફેલાયો છે.

રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment