મોરબી,
મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ અધ્યક્ષ ની સૂચના અનુસાર ટંકારા પોલીસ મથકના પી.એસ.આઇ. એલ.બી. બગડા ના સુચનાનુસાર ટંકારા પોલીસ ડી સ્ટાફ ની ટીમ ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરેલ હોય તે સમય દરમિયાન દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકના નાસતો ફરતો આરોપી પોપટ ભાઇ પારૂભાઈ ની ટંકારા પોલીસની હદમાં હોવાની બાતમી મળેલ હોય જે અંતર્ગત સજજનપર (ઘુનડા) ગામથી ઝડપી પાડેલ છે. જેની ટંકારા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગત મુજબ એવી છે કે દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનના ફાસ્ટૅ ગુ.ર.નં. ૭૦/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૬૩-૩૬૬. મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોય જેની ટંકારા પોલીસ પીએસઆઇ બગડા અને ડિ સ્ટાફ ની ટીમ ના જમાદાર મુકેશભાઈ ચાવડા, સિધ્ધરાજ સિંહ ઝાલા,bરમેશભાઈ ચાવડા, નયનાબેન પરમાર, વિશ્વરાજસિંહ ઝાલા, પ્રવીણભાઈ મૈવા સહિતનાઓ સ્થળે જઇ આરોપી પોપટભાઈ પારૂભાઈ ને ઝડપી ટંકારા પોલીસ મથકે લાવી ધોરણસરની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક કાગળો કરી દાહોદ જિલ્લા ના ધાનપુર પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.