સિધ્ધપુર ના ખળી ચાર રસ્તા ખાતેથી અફીણ અને એમડી ડ્રગ્સ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

પાટણ,

સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસે આવેલી હોટેલ પાસે રાજસ્થાન ના સાંચોર થી આવતા ચાર શખ્સો પાસેથી અંદાજે 25 લાખનો એમડી ડ્રગ્સ અને અફીણ નો જથ્થો અમદાવાદ એટીએસ અને અને ક્રાઇમ બ્રાન્ચે પાકી બાતમીના આધારે પકડી લીધો હતો. રાત્રે આઠ વાગ્યા સમયે ખળી ચાર રસ્તા ની પાસે ફેમસ હોટેલ પાસે બે કાર આવતાની સાથે જ કાર સાથે ચાર વ્યક્તિઓને પોલીસે ધરપકડ કરી હતી, જેમાં ઇમરાન યાસીન શેખ રહે.સિદ્ધપુર, ખેમારામ કસ્તુર જી પુરોહિત, રહે થરાદ, સુરેશભાઈ ઠક્કર, જગદીશ દયારામ માળી બંને રહે.સાચોર રાજસ્થાન ને ઝડપી લીધા હતા અને કારમાંથી બે થેલા પણ પોલીસે ઝડપી પાડયા હતા. સઘન પૂછપરછ બાદ આરોપીઓ થેલામાંથી ડ્રગ્સના પેકેટ હોવાની કબૂલાત કરી હતી.
વધુમાં એ.ટી.એસ.ના પી.આઈ. નિખિલ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે આ ડ્રગ્સ નો જથ્થો કોને મોકલવા નો હતો તે સહિત ના અનેક પ્રશ્નો ની પુછપરછ મોડી રાત સુધી હાથ ધરી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, સિદ્ધપુર

Related posts

Leave a Comment