તાલાલા તાલુકાના હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકારતા ગ્રામજનો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લા નિયત આયોજન મુજબ જિલ્લામાં વિવિધ ગામોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમા આજ રોજ તાલાલા તાલુકાનાં હિરણવેલ પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયાએ જણાવ્યુ હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાઓના લાભ આપવાં માટે સરકાર તમારા દ્વારે આવી છે. વધુમાં તેમણે જણાવતા કહ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં છેવાડાના લોકોનો વિકાસ કરવા માટે સરકાર કટીબદ્ધ છે તેમજ હિરણવેલ ગામમાં સ્વચ્છતા જાળવવા માટે ગ્રામજનોએ અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હિરણવેલ ખાતે આવી પહોંચતા વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ ધરતી કરે પુકાર દ્વારા રાસાયણિક દવા અને જમીન થતા ગેરફાયદા વિશેનો સંદેશ આપતુ નાટક રજુ કરાયુ હતુ તેમજ મેરી કહાની મેરી જુબાની અંતગર્ત વિવિધ યોજના લાભાર્થીઓ દ્વારા ગ્રામજનો સમક્ષ પ્રતિભાવ વર્ણવ્યા હતા. સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, વ્હાલી દીકરી યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર વિધાર્થી, મહિલાઓ, રમતવીરો અને બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત દીકરીના નામની નેમપ્લેટ અર્પણ કરીને કાજલબેનને સન્માનિત કરાયા હતા.

તદુપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લાઈવ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ અને વિકાસની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નિહાળી હતી અને આરોગ્ય કેમ્પ, કિસાન ક્રેડિટ કાર્ડ કેમ્પમાં ગ્રામજનોએ લાભ લીધો હતો અને આ સાથે ગ્રામજનોએ વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ સંકલ્પ યાત્રામાં ડેપ્યુટી ડી.ડી.ઓ ગણાત્રા, મામલતદાર એન. સી. વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી આર.આર. ઠૂમર, તાલૂકા પંચાયત પ્રમુખ અનિલાબેન બારડ, પૂર્વ સરપંચ કાનાભાઈ, પંચાયત સભ્યો, તલાટી મંત્રી, શિક્ષકો, વિદ્યાર્થી તેમજ અલગ અલગ વિભાગમાંથી આવેલા કર્મચારીઓ તથા ગ્રામજનો, આંગણવાડી કાર્યકર, ડીસ્ટ્રિક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન સ્ટાફ સહિતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment