હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલે સવારે ૬ ટીમ, બપોર પછી ૬ ટીમ તથા રાત્રે ૩ ટીમ એમ કુલ ૧૫ ટીમો દ્વારા શહેરમાંથી રખડતા પશુ પકડવાની કામગીરી ૨૪ કલાક ચાલુ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી શાખા દ્વારા તા.૧૬/૧૧/૨૦૨૩ ના રોજ ૪૦ પશુઓ તથા તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ ૪૬ પશુઓ તથા તા.૧૮/૧૧/૨૦૨૩ ના રોજ ૫૨ પશુઓ તથા તા.૧૯/૧૧/૨૦૨૩ ના રોજ ૩૮ પશુઓ નીચેના વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરના સાગર સોસાયટી, પૂજાપાર્ક, મણીનગર, સોરઠીયાવાડી પ્લોટ શેરી નં. ૨, લલુડી વોકળો, રામનાથપરા, રૈયાનાકા ટાવર, જ્યુબેલી શાક માર્કેટ, છપ્પનીયા ક્વાર્ટર, વેલનાથપરા, ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, વ્રજભૂમી સોસાયટી, વર્ધમાનનગર, ઘંટેશ્વર, ડાંગર કોલેજ પાસે, થોરાળા પોલિસ ચોકી, શાસ્ત્રીનગર મેઈન રોડ, બંસીધર પાર્ક, ગોપાલ ચોક, હરીનગર, શાંતિનગર ગેઈટ પાસે, રૈયાગામ મેઈન રોડ, માનસરોવર, વેલનાથપરા, સ્પીડવેલની બાજુમાં, ભોમેશ્વર પ્લોટ મેઈન રોડ, બજરંગવાડી-૧૨, નાગેશ્વર મંદિર, કલ્પ ક્રુષ્ણ એપાર્ટમેન્ટ, જીવંતીકા નગર, અક્ષરનગર, ગોવિંદનગર, પરસાણાનગર મેઈન રોડ, ભગવતીપરા પૂલ નીચે, શક્તિ સોસાયટી, જય જવાન જય કિશાન મેઈન રોડ, ઈન્દિરાનગર, પેડક રોડ, શ્રીરામ સોસાયટી, માલધારી સોસાયટી, ભાવનગર રોડ, બેડીપરા, કણકોટ પાટીયા, કાલાવાડ મેઈન રોડ, કટારીયા ચોકડી, મોટા મૌવા, રીધ્ધી સીધ્ધી સોસાયટી, આર.ટી.ઓ. પાછળ, વાવડી ગામ, પોલિસ હેડક્વાર્ટર તેમજ અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૧૭૬ પશુઓ પકડવામાં આવેલ છે.
· શહેરમાં પશુઓ રાખવા માટે પરમીટ/લાયસન્સ પશુપાલકે મેળવી લેવાનું રહેશે. પરમીટ/લાયસન્સ ધારક પશુપાલકો તેઓનાં પશુઓ પરમીટ/લાયસન્સ વાળી જગ્યામાં રાખી શકશે.
· RFID ચીપ અને ટેગ વિનાનાં પશુઓ તેમજ લાયસન્સ/પરમીટ વિનાના પશુઓ શહેરમાં રાખી શકતા નથી. આવા પશુઓ જપ્ત કરી ઢોર ડબ્બે પુરવામાં આવશે.
· પશુપાલકો પોતાની જગ્યાની બહાર પશુઓ કાઢી શકતા નથી/રાખી શકતા નથી.
· પશુઓને શહેરી વિસ્તારમાં ચરીયાણ માટે કાઢી શકતા નથી કે બહાર રાખી શકતા નથી.
· જાહેર માર્ગો/સ્થળો પર જોવા મળતાં પશુપાલકોના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.