રાજકોટ,
રાજકોટ શહેર તા.૧૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના વેજા ગામ વાજડીગઢ ખાતે રહેતા ભાવુબેન રાયસીંગભાઇ માલકિયા નામની ૨૫ વર્ષીય કોળી યુવતિ ગત તારીખ.૨૭ જૂનના રોજ સાંજના પ વાગ્યે તેમના ઘરેથી કોઈને કઈ કહ્યા વિના જતા રહ્યા હતા. જે તે વખતે તપાસ કરતા તેની સાથે મૂળ વાંકાનેરના તરકીયા ગામના અને હાલ કોઠારીયા રોડ ઉપર જુના ગણેશનગરમાં રહેતા તેના બનેવી અરવિંદભાઈ વાઘાભાઈ ઝરવરિયા અને તેની ૮ વર્ષની દીકરી હસ્તી પણ તે જ દિવસથી ગાયબ હોય. જેથી ત્રણેય એકીસાથે જ કોઈને કઈ કહ્યા વિના ભાગી ગયા હોય. તેવી દ્રઢ શંકાએ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ગુમશુદા અંગે જાણ કરતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ.