રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ-૦૩ કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-૧૫૩ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. દ્વારા મંજુર

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકામાં તા.૦૪/૦૩/૨૦૨૩ના રોજ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડી.પી.સી.)નું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ બઢતી, ઉચ્ચતર પગારધોરણ તથા સ્વૈચ્છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ-૦૩ કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-૧૫૩ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. દ્વારા મંજુર કરવામાં આવેલ.

ડી.પી.સી.માં બઢતી બાબતે મદદનીશ ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાં ખાલી પડેલ ૦૧(એક) જગ્યા પર બઢતી તેમજ સેનેટરી સબ ઇન્‍સ્પેક્ટર સંવર્ગમાંથી સેનેટરી ઇન્‍સ્પેક્ટર સંવર્ગમાંખાલી પડેલ ૦૨(બે) જગ્યા પર બઢતી આપવાનું મંજુર કરવામાં આવેલ. જે-જે કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકામાં ૧૦ વર્ષ,૨૦ વર્ષ અને ૩૦ વર્ષ ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-૦૩ ના કુલ-૬૦ કર્મચારીઓનો ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા વર્ગ-૦૪ ના કુલ-૭૧ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદાર કર્મચારીઓના પણ ૧૦ વર્ષ, ૨૦ વર્ષ અને ૩૦ વર્ષના ઉચ્ચતર પગારધોરણના કિસ્સાઓની સમીક્ષા કરવામાં આવેલ. જેમા કુલ-૨૨ સફાઇ કામદારોના ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવામાં આવેલ તથા જે સફાઇ કામદારો સ્વૈચ્છિક નિવૃત થયેલ હોય તથા જે સફાઇ કામદારોનું દુ:ખદ અવસાન થયેલ હોય તેવા કર્મચારીઓના વારસદારને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે કમિટી દ્વારા સમીક્ષા કરતા કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા અંગે ડી.પી.સી. દ્વારા મંજુરી આપવામાં આવેલ.

Related posts

Leave a Comment