સહકારથી સમૃદ્ધિ: દાહોદની સહકારી સંસ્થાઓ દ્વારા PM મોદીનો હૃદયપૂર્વકનો આભાર

હિન્દ ન્યુઝ, દાહોદ

    દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી દ્રષ્ટિ થકી દેશમાં સહકાર ક્ષેત્ર વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે. જેથી, ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે સક્ષમ બન્યા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે. 

ત્યારે સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે આભાર વ્યક્ત કરવા દાહોદ જિલ્લાની તમામ સહકારી જેવી કે સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ, એ.પી.એમ.સી., જીલ્લા સહકારી ખરીધ વેચાણ સંઘ, તાલુકા સહકારી ખરીધ વેચાણ સંઘ સંસ્થાનાઓના હોદ્દેદારો, સભ્યો, ખેડૂતો, પશુપાલકો દ્વારા તથા તેમના પરિવારજનો સભ્યોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટ કાર્ડ લખીને તેમનો આભાર માન્યો હતો.

આ પોસ્ટકાર્ડ ઝુંબેશ દ્વારા સભાસદોએ વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ લેવાયેલા મુખ્ય નિર્ણયો બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સહકાર મંત્રાલયની સ્થાપના ઉપરાંત, સહકાર ક્ષેત્રમાં લેવાયેલી નવીન પહેલો, GST સુધારાઓ અને સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપવા બદલ પણ સભાસદોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો. આ પહેલોએ ગ્રામીણ અર્થતંત્ર અને પશુપાલકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે.

Related posts

Leave a Comment