હિન્દ ન્યુઝ, પાટણ
સરસ્વતી તાલુકાના પાટણ-ડીસા હાઈવે કોઈટા થી ભાટસણ રોડ વચ્ચે પડેલા વૃક્ષ અંગે માહિતી મળતા જ વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી GCBની મદદથી વૃક્ષ દૂર કરવામાં આવ્યું.
થોડા જ સમયમાં માર્ગ વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો કરવામાં આવ્યો અને મુસાફરોને અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરાયું.
