નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર રાહત સર્વેની કામગીરી શરૂ

હિન્દ ન્યુઝ, નવસારી  ➡️ભારે વરસાદ અને પૂરથી થયેલા નુકસાનનું સ્થળ પર મૂલ્યાંકન. ➡️ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને વિવિધ વિભાગોની સંયુક્ત ટીમો ગામે-ગામે સર્વેમાં જોડાઈ. ➡️ રહેણાંક મકાનો, ખેતી પાક, પશુધન, દુકાનો અને અન્ય મિલકતોના નુકસાનની વિગતવાર નોંધણી. ➡️ અસરગ્રસ્ત પરિવારોને સરકારના નિયમો મુજબ ઝડપથી સહાય પહોંચાડવા સર્વે હાથ ધરાયો. ➡️ પારદર્શક અને સચોટ મૂલ્યાંકનના આધારે રાહત સહાયનું વિતરણ કરવામાં આવશે. ➡️ સર્વે પૂર્ણ થતાં જ પાત્ર લાભાર્થીઓને નિયમો અનુસાર સહાય ચૂકવવાની પ્રક્રિયાને ગતિ અપાશે

Read More

વડોદરા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

હિન્દ ન્યુઝ, વડોદરા       વડોદરા જિલ્લામાં ભારે વરસાદની આગાહીની સ્થિતિની ધ્યાને લેતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ. અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને ભારે વરસાદની આગાહીની પૂર્વતૈયારીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઇ.ઓ. અમિત અરોરાએ આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવ કામગીરી અસરકારક રીતે અમલમાં મૂકવા માર્ગદર્શન આપ્યું હતું.  તેમણે સરકારશ્રીના “ઝીરો કેઝ્યુલિટી” અભિગમને સાકાર કરવા તાલુકા તથા જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવા, ડિઝાસ્ટર ચેકલિસ્ટ મુજબ જરૂરી સાધન-સામગ્રીની ચકાસણી કરવા તેમજ ગ્રામ્ય કક્ષાએ તરવૈયાઓ, આપદા મિત્રો અને સરપંચશ્રીઓના સંપર્ક નંબરોની યાદી અદ્યતન રાખવા સૂચના આપી હતી.  વધુમાં…

Read More

ડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન સરેરાશ ૩૩.૩૩ મી.મી વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ડાંગ વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. જોકે આજરોજ વરસાદનું જોર ધીમું પડ્યું છે. છેલ્લાં ૧૦ કલાક દરમિયાન જિલ્લામાં સરેરાશ ૩૩.૩૩ મી.મી વરસાદ નોંધાયો છે. વરસાદની આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો અને માર્ગો પર તાત્કાલિક રાહત તથા મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની સમગ્ર પરિસ્થિત ઉપર કલેક્ટર તેમજ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, આજે તા. ૨૪ મી જુલાઈના રોજ સવારે ૬:૦૦…

Read More

ત્વરિત કામગીરી, માર્ગ વાહનવ્યવહાર પૂર્વવત્

હિન્દ ન્યુઝ, પાટણ  સરસ્વતી તાલુકાના પાટણ-ડીસા હાઈવે કોઈટા થી ભાટસણ રોડ વચ્ચે પડેલા વૃક્ષ અંગે માહિતી મળતા જ વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી GCBની મદદથી વૃક્ષ દૂર કરવામાં આવ્યું. થોડા જ સમયમાં માર્ગ વાહનવ્યવહાર માટે પુનઃ ખુલ્લો કરવામાં આવ્યો અને મુસાફરોને અગવડતા ન પડે તે સુનિશ્ચિત કરાયું.

Read More

અમદાવાદના ભારે વરસાદથી અસરગ્રસ્ત બોપલ, આંબલી અને ઘુમા સહિતના વિસ્તારોની મુલાકાત લેતા મુખ્યમંત્રી

હિન્દ ન્યુઝ, અમદાવાદ     મુખ્યમંત્રીએ જાતે વરસાદી પાણીમાં ઊતરીને નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને સમગ્ર પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ભારે વરસાદથી અસરગ્રસ્ત બોપલ, આંબલી અને ઘુમા સહિતના વિસ્તારોની મુલાકાત લીધા બાદ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ સહિતના સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. મુખ્યમંત્રીએ વરસાદના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ નિવારવા અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવા અને રાહત કામગીરી ઝડપી બનાવવા જરૂરી સૂચનાઓ આપી; વરસાદ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષયક…

Read More

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં એક વીજપોલ તૂટી પડવાની ઘટના અંગે મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ સંદર્ભે PGVCL ટીમ દ્વારા તૈયાર કરાયેલ તથ્યાત્મક રિપોર્ટ તેમજ કાર્યવાહી આધારિત સ્પષ્ટતા

હિન્દ ન્યુઝ, બોટાદ     ટીમ PGVCLએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રાણપુરના જાળીલા ગામમાં જૂની બાલ્કની ધરાશાયી થતાં વીજપોલ ક્ષતિગ્રસ્ત થયો હતો; રાણપુર કસ્ટમર કેર સેન્ટર ખાતે સવારના સમયે ફરિયાદ મળી હતી અને સુરક્ષાના ભાગરૂપે જરૂરી પગલાં લેવાયા હતા. તેમજ ક્ષતિગ્રસ્ત LT વીજપોલને બદલે નવો LT PSC વીજપોલ મૂકાયો હતો. સતત વરસાદ અને પવનને કારણે, સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ 02:00 વાગ્યે વીજ પુરવઠો સફળતાપૂર્વક પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો.

Read More

લુણાવાડા ખાતે મહીસાગર બ્રિજની સુરક્ષા અને ભૌતિક સ્થિતિ ચકાસવા જિલ્લા કલેક્ટરનું સ્થળ પર નિરીક્ષણ

હિન્દ ન્યુઝ, લુણાવાડા  મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે મહીસાગર બ્રિજની પ્રવર્તમાન સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાના હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી અર્પિત સાગરે પ્રત્યક્ષ મુલાકાત લીધી.વહીવટી તંત્રની નિયમિત દેખરેખ અને નિરીક્ષણની કામગીરીના ભાગરૂપે આયોજિત આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન કલેક્ટરએ બ્રિજની ભૌતિક સ્થિતિનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું.

Read More

તુવેરમાં સુકારો (વિલ્ટ), મૂળ અને થડનો કોહવારો, વંધ્યત્વ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા/ વાવણી સમયે લેવાના પગલા

હિન્દ ન્યુઝ, દાહોદ   વાવણી માટે રોગમુક્ત બીજ અને ખેતરની પસંદગી કરવી જયાં પાણી ભરાતું હોય ત્યાં વાવેતર કરવું નહિ. રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.  તુવેરમાં વંધ્યત્વનો રોગ અટકાવવા માટે આગળના વર્ષના છોડ જો શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલા હોય તો તેને દુર કરવા તેમજ તુવેરમાં બડધો પાક લેવો નહિ.  દર ત્રણ વર્ષે દિવેલા જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી.  તુવેરના પાકમાં મકાઇને આંતરપાક તરીકે લેવાથી સુકારો રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.  દિવેલીનો ખોળ ૧૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર વાવેતર પહેલા જમીનમાં આપવો  બીજ…

Read More

તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે અતિવૃષ્ટિની શાંતિ અને સર્વજીવ કલ્યાણ માટે અનોખો શાંતિ યજ્ઞ યોજાયો

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમાં થયેલા અતિથી ભારે મુશળધાર વરસાદને કારણે અંબિકા અને પૂર્ણા નદીઓમાં આવેલા પૂરના પગલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વ જીવમાત્રના રક્ષણ, પ્રકૃતિના સંતુલનની પુનઃસ્થાપના, અતિવૃષ્ટિની શાંતિ અને વિશ્વકલ્યાણની ભાવના સાથે ‘તેજસ્વીની સંસ્કૃતિ ધામ’ ખાતે વિશેષ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદીના પાવન સાનિધ્યમાં યોજાયેલા આ યજ્ઞમાં ‘શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલય’ની બાલિકાઓએ પ્રકૃતિ પૂજન કરીને ઈન્દ્રદેવ અને વરૂણદેવને પ્રાર્થના અર્પણ કરી હતી. દરમિયાન વિશેષ આહુતિ અર્પણ કરીને જળના અધિષ્ઠાતા દેવ વરુણદેવ અને ઈન્દ્રદેવને પ્રસન્ન કરવાની તેમજ અતિવૃષ્ટિ શાંત થાય તેવી ભાવનાથી વૈદિક…

Read More

તા.૨૪મી જૂલાઈના રોજ શહેરના પુણા તાલુકામાં ૧૩૮ લાભાર્થીઓને કુલ રૂ. ૧.૨૪ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ સહાયનું વિતરણ

હિન્દ ન્યુઝ, સુરત    સુરત શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ તા.૨૪મી જુલાઈના રોજ શહેરના અસરગ્રસ્ત પુણા તાલુકામાં કુલ ૨૦૭ લાભાર્થીઓને કુલ રૂ.૬.૬૯ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે.              સુરત શહેરના પુણઆ તાલુકામાં આજરોજ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમા શહેરના અસરગ્રસ્ત પુણા…

Read More