હિન્દ ન્યુઝ, દાહોદ
સર્વપિતૃ અમાવસીય શ્રાદ્ધ તર્પણ અને ગાયત્રી મહાયજ્ઞ માં ભગવતી પ્રજ્ઞા હોલખાતે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા સંપન્ન કરવામાં આવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર સર્વ પિતૃ અમાવસ્ય શ્રાદ્ધ તર્પણ પિતૃ તૃપ્તિ માટે વૈદિક મંત્રોચાર સાથે ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પિંડ દાન અને તર્પણ કરાવા માં આવ્યું જેમાં પૂર્વજો ની તૃપ્તિ માટે પંચ મહાબલી દાન નું માહાત્મ્ય સમજાવવામાં આવ્યું સાથે સાથે ગાયત્રી મહાયજ્ઞ માં ગાયત્રી મહામંત્ર અને મહામૃત્યુંજય મંત્ર ની આહુતિઓ પણ આપવામાં આવી હતી. જેમાં લીમખેડા તાલુકા અને આસપાસના પરિજન ભાઈઓ એ ખૂબ જ ભાવપૂર્વક પિતૃઓ અને સાચી શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરી હતી.
રિપોર્ટર : ગોવિંદ પટેલ, દાહોદ
