હિન્દ ન્યુઝ, ડાંગ ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, DGVCL અને BSNL દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. 🔹 વીજ પુરવઠા અંગે અપડેટ * ધવલીદોડ અને ચિંચલી ગામે વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો. * આમસરવલણ ખાતે BSNL ટાવરના ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચરને થયેલી ક્ષતિના સમારકામની કામગીરી હાથ ધરાઈ. * જિલ્લાના અન્ય તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો. * વઘઈ, સાકરપાતળ, સુબીર અને શબરીધામ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 📡 BSNL નેટવર્ક…
Read MoreDay: July 25, 2026
મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું..
હિન્દ ન્યુઝ, મોરબી પિપળિયા પાસે રેલવે કામગીરી અન્વયે 25 જુલાઈની રાત્રિથી નવલખી રોડ પરનું લેવલ ક્રોસિંગ બંધ રહેશે: મોરબી જિલ્લા તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગ જાહેર… બરવાળા-દહીંસરા સેક્શનમાં મેન્ટેનન્સ અન્વયે 25 જુલાઈ રાત્રે 10:00થી 26 જુલાઈ સવારે 6:00 વાગ્યા સુધી બંધ રહેશે ફાટક; વાહનચાલકોને લુણટાવદર-ખાખરાળા-ધ્રોલ થઈને જામનગર તરફના ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અપીલ… જાહેરનામા અનુસાર આ સમયગાળા દરમિયાન મુસાફરો તથા વાહનચાલકોને અસુવિધા ન પડે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ જાહેર કરવામાં આવ્યો છે. પિપળિયા ચાર રસ્તાથી જામનગર તરફ જવા તેમજ સામેથી આવતા વાહનો માટે પિપળિયા ચાર રસ્તા – લુટાવદર…
Read Moreભારે વરસાદની વચ્ચે લોકોના સ્વાસ્થ્ય માટે તાપી આરોગ્ય તંત્રની 506 ટીમો દિવસ-રાત ખડેપગે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને ગ્રામજનો, સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોનું આરોગ્ય સર્વે તથા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું; ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની નિયમિત દવાઓ ઘરઆંગણે પહોંચાડવામાં આવી આ ઉપરાંત પીવાના પાણીના નમૂનાઓની ચકાસણી, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે એન્ટી-લાર્વલ કામગીરી પણ હાથ ધરવામાં આવી
Read Moreભારે વરસાદની પરિસ્થિતિને લઈને નાગરિકોની સહાયતા માટે કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદમાં નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૭૭ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તાલુકાના કંટ્રોલ રૂમમાં પણ નાગરિકો કોઈપણ સહાયતા માટે ફોન કરીને મદદ માગી શકે છે. કચ્છ કલેક્ટરની કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી, રોડ રસ્તાઓને અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને હિતમાં…
Read Moreભગિની સમાજ, દાહોદ આયોજિત કેશગૂંફન, મહેંદી સ્પર્ધામાં નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ભગિની સમાજ, દાહોદ ખાતે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કૉલેજને ગૌરવ અપાવ્યું છે. આ સ્પર્ધાઓમાં બામણીયા જીનલ – મહેંદી સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. સંગાડા અંજલિ– કેશગૂંફન (હેર સ્ટાઇલિંગ) સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ બંને વિદ્યાર્થીનીઓને આચાર્ય ડૉ.બી.આર.બોદર, વાઈસ પ્રિન્સિપાલ ડૉ.હરેશ કે.પંચાલ, સાંસ્કૃતિક સમિતિના કો ઓર્ડીનેટર પ્રા.જી.જી.સંગાડાએ હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી આવી જાહેર સ્પર્ધાઓમાં ભાગ લેવા…
Read Moreજિલ્લા આપાતકાલીન ઓપરેશન સેન્ટરની આકસ્મિક મુલાકાત લેતા નાયબ કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત આપત્તિઓ સામે પૂર્વતૈયારી અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી વધુ સુદ્રઢ અને સજ્જ બને તે હેતુથી જિલ્લા આપાતકાલીન ઓપરેશન સેન્ટર ડીઝાસ્ટર કંટ્રોલ રૂમની નાયબ કલેક્ટર-૨ નીલાક્ષ મકવાણા અને જિલ્લા પુરવઠા અધિકારી એન એફ વસાવા દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કંટ્રોલ રૂમની કામગીરી, વાયરલેસ હોટલાઈન સિસ્ટમ, તાલુકાવાર વરસાદી આંકડાઓની નોંધણી, નદી-નાળા અને ડેમની વોટર લેવલ મોનિટરિંગ સિસ્ટમ તેમજ આપાતકાલીન સંદેશા વ્યવહારની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. ડીઝાસ્ટર મામલતદાર, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર – ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ કંટ્રોલ રૂમના સ્ટાફ સાથે કામગીરીની…
Read Moreહારીજમાં વરસાદી પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી
હિન્દ ન્યુઝ, હારીજ હારીજ શહેરની શ્રી વિલા / હસ્તિનાપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થળ પર જરૂરી મશીનરી અને ટીમ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે, જેથી રહિશોને ઝડપથી રાહત મળી રહે.
Read Moreડાંગ જિલ્લામાં ભારે વરસાદની અસર
હિન્દ ન્યુઝ, ડાંગ 🌧️ સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આમસરપાડા ગામે એક પાકા મકાન પર ઝાડ પડતાં મકાન ધરાશાયી થયું છે. 📍 ઘટનાની વિગતો: * સ્થળ: આમસરપાડા ગામ (પો. ખાંભલા), તા. સુબીર * તારીખ: 24 જુલાઈ, 2026 * સમય: સાંજે 4:30 કલાકે * મકાન માલિક: શ્રી માંગ્યાભાઈ ગંગાજ્યાભાઈ દેસાઈ 🏠 નુકસાન: * ભારે વરસાદના કારણે ઝાડ મકાન પર પડ્યું * મકાનના નળિયા તથા અંદાજે 12થી15 પતરાં તૂટી ગયા * મકાનને નોંધપાત્ર નુકસાન થયું 🙏 રાહતની બાબત: સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈપણ વ્યક્તિને…
Read Moreનવસારીના ગણદેવી-અમલસાડમાં NDRFનું સફળ રેસ્ક્યુ ઓપરેશન
હિન્દ ન્યુઝ, નવસારી ➡️ NDRFની 06 બટાલિયન અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 120 નાગરિકોનું પૂરના પાણીમાંથી સફળ રેસ્ક્યૂ; 45 મહિલાઓ, 35 પુરુષો અને 40 બાળકોને સુરક્ષિત બહાર કઢાયા. ➡️ જોખમી વિસ્તારમાં રહેતા 43 નાગરિકોને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા. ➡️ નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરાઈ.
Read Moreપંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓની કરાઈ મરામત
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદના કારણે કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓને રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે પુરજોશમાં ચાલી રહી છે. પાણી ભરાવાના કારણે, રસ્તાઓને નુકશાન થતા લોકોને અગવડતા ન પડે તે માટે દાહોદ જિલ્લામાં અસર પામેલ માર્ગોની પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સિંગવડ તાલુકાના સિંગાપુર મુનાવણી કાળિયારઈ કિ.મી. ૦/૦ ટુ ૩/૨૦૦ રોડ રસ્તા પર સાઈડ શોલ્ડર માં માટી પુરાણ ની કામગીરી કરવામાં આવી હતી.
Read More