હિન્દ ન્યુઝ, હારીજ
હારીજ શહેરની શ્રી વિલા / હસ્તિનાપુર સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સ્થળ પર જરૂરી મશીનરી અને ટીમ દ્વારા સતત કામગીરી ચાલી રહી છે, જેથી રહિશોને ઝડપથી રાહત મળી રહે.
