હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત આપત્તિઓ સામે પૂર્વતૈયારી અને આપત્તિ વ્યવસ્થાપન કામગીરી વધુ સુદ્રઢ અને સજ્જ બને તે હેતુથી જિલ્લા આપાતકાલીન ઓપરેશન સેન્ટર ડીઝાસ્ટર કંટ્રોલ રૂમની નાયબ કલેક્ટર-૨ નીલાક્ષ મકવાણા અને જિલ્લા પુરવઠા અધિકારી એન એફ વસાવા દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કંટ્રોલ રૂમની કામગીરી, વાયરલેસ હોટલાઈન સિસ્ટમ, તાલુકાવાર વરસાદી આંકડાઓની નોંધણી, નદી-નાળા અને ડેમની વોટર લેવલ મોનિટરિંગ સિસ્ટમ તેમજ આપાતકાલીન સંદેશા વ્યવહારની પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી. ડીઝાસ્ટર મામલતદાર, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર – ડીઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ કંટ્રોલ રૂમના સ્ટાફ સાથે કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
