હિન્દ ન્યુઝ, દાહોદ
ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવહાર વધુ સુગમ, સુરક્ષિત અને અવિરત બને તે માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ જ શ્રેણીમાં, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દાહોદ અંતર્ગત આવતા દાહોદ પેટા વિભાગ દ્વારા ગરબાડા તાલુકામાં મહત્વની રસ્તા સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગરબાડા તાલુકાના ભીટોડી પ્રાથમિક શાળાથી શરૂ થઈ, હનુમાન મંદિર અને બારીયા ફળિયા થઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-59) સુધી જોડતા અંદાજે મહત્વના માર્ગ પર હાલ રિસર્ફેસિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ માર્ગ લાંબા સમયથી દૈનિક અવરજવર માટે સ્થાનિક ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને વાહનચાલકો દ્વારા વપરાતો મુખ્ય માર્ગ છે. રસ્તાની વર્તમાન સ્થિતિ સુધારવા માટે હાથ ધરવામાં આવેલી આ રિસર્ફેસિંગ કામગીરી પૂર્ણ થવાથી આ વિસ્તારના વાહનચાલકો અને ગ્રામજનોને ધૂળ, ખાડાઓ અને અસમતળ રસ્તાની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે. સાથે જ, મુસાફરી વધુ સલામત અને આરામદાયક બનશે.
પંચાયત દાહોદ વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેથી ગ્રામ્ય વિકાસના પાયા સમાન માર્ગ સુવિધાનો લાભ વહેલી તકે નાગરિકો સુધી પહોંચાડી શકાય.
