હિન્દ ન્યુઝ, સુરત
માર્ગોની સુંદરતા, સ્વચ્છતા અને વાહનચાલકો માટે વિઝીબિલીટી વધારવાના ઉદ્દેશ્ય સાથે માર્ગ અને મકાન વિભાગ–૨, સુરત દ્વારા જિલ્લાના કોસંબા–માંગરોળ–ઝાંખવાવ માર્ગ પર આવેલા વૃક્ષોના થડ પર ગેરુ તથા ચૂનાનું રંગકામ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માર્ગની બાજુના વૃક્ષો વાહનચાલકો અને રાહદારીઓને સ્પષ્ટ રીતે દૃશ્યમાન રહે તેમજ સમગ્ર માર્ગની સુંદરતા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર વૃક્ષોના થડના નીચેના ભાગે ગેરુ તથા ઉપરના ભાગે ચૂનાનું સુવ્યવસ્થિત રંગકામ કરવામાં આવ્યું છે. રંગકામ બાદ માર્ગની સુંદરતા અને રોડ વિઝિબિલિટીમાં વધારો થયો છે.
