હિન્દ ન્યુઝ, સુરત
રાષ્ટ્રીય એકતા પરેડ યાત્રા સંદર્ભે ઓડિશાથી સુરત પધારેલા પ્રબુદ્ધ નાગરિકોના પ્રતિનિધિ મંડળે સુરતના વિશ્વપ્રસિદ્ધ ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટો, સુરત ડાયમંડ બુર્સ તથા બાયોડાયવર્સિટી પાર્કની ખાસ મુલાકાત લીધી.
ગુજરાત ટુરિઝમના ઉપક્રમે યોજાયેલા આ પ્રવાસ દરમિયાન ઓડિશાના પ્રતિનિધિઓએ સચિન સ્થિત ઔદ્યોગિક એકમો અને હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં કાપડ અને હીરા ઉદ્યોગની અદ્યતન ટેકનોલોજી તથા કાર્યક્ષમતાને નજીકથી નિહાળી મુક્ત મને વખાણ કર્યા હતા.
આવા આંતરરાજ્ય પ્રવાસો સંસ્કૃતિના આદાન-પ્રદાન સાથે ઔદ્યોગિક અને આર્થિક અનુભવો વહેંચીને દેશની રાષ્ટ્રીય એકતાને વધુ સુદ્રઢ બનાવે છે.
