સમગ્ર અમરેલી જિલ્લામાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, અમરેલી

ચૂંટણી શાખાના અધિકારી ૧૪, ૨૧, ૨૭ અને ૨૮ નવેમ્બરના સંબંધિત વિસ્તારના મતદાન મથકે ઉપસ્થિત રહેશે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૧/૨૦૨૧ થી ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ–૨૦૨૨ જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જે નાગરીકના તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ ૧૮ વર્ષ પુર્ણ થતા હોય, એટલે કે જે નાગરીક તા.૦૧/૦૧/૨૦૦૪ અથવા તે પહેલા જન્મ ધરાવતા હોય તે ફોર્મ નં.૬ ભરી મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશના દિવસોએ સબંધીત બી.એલ.ઓ. જે તે વિસ્તારના મતદાન મથક ખાતે તા.૧૪/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૧/૧૧/૨૦૨૧ (રવિવાર), તા.૨૭/૧૧/૨૦૨૧ (શનિવાર) અને તા.૨૮/૧૧/૨૦૨૧ (રવિવાર) ના રોજ ઉપસ્થિત રહેશે. વધુમાં, નાગરીક ઓનલાઈન માધ્યમથી www.nvsp.in અથવા Voter Helpline Application (Android-ios) પણ ફોર્મ નં.૬ ભરી શકે છે. વધુ, સહાયતા માટે ભારતના ચૂંટણી પંચના ટોલ ફ્રી નં.૧૯૫૦ પર ફોન કરી વિનામૂલ્યે સહાયતા મેળવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર, અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના તમામ ૧૮ થી ૧૯ વય જૂથના યુવા મતદારો તથા જે મતદારોના નામ હજુ સુધી મતદારયાદીમાં નોંધાયેલા નથી તે તમામને મતદારયાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં. ૬ ભરી, લોકશાહીને સુદ્રઢ બનાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવા આથી અનુરોધ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment