પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્રારા ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક, રોજગાર અને તાલીમ, ગુજરાત રાજય, ગાંધીનગર સંચાલિત, જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના રોજગારવાચ્‍છુ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી ઉમેદવારો માટે ઓનલાઇન ભરતી મેળો યોજાશે. ઓનલાઇન ભરતી મેળમાં ભાગ લેવા માટે નીચે આપેલ લીંક પર રોજગારી મેળવવા ઇચ્‍છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો લીંક પર ભરવાની રહેશે. આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો તથા ભરતીમેળાની તારીખ આપવામા આવી છે. નોકરીદાતા દ્વારા ડીઝીટલ માધ્‍યમ / ટેલીફોનીક ઇન્‍ટરવ્યુ લેવામા આવશે.

ભરતીમેળાની લીંક-https://forms.gle/BgLwBrs1vcPRtATh7 ભરતીમેળાની જાણકારી માટે કચેરીનુ ફેસબુક પેઇઝwww.facebook.com/mccpor લાઇક કરી શકાશે.

Related posts

Leave a Comment