ગુજરાત ભાડા અધિનિયમ એ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ગુજરાતના આર્થિક અને સામાજિક તાણાવાણાને જોડતી એક મહત્વની કડી-શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

 ગુજરાત સરકાર દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધારવા અને મકાન માલિકો તેમજ ભાડૂઆતો વચ્ચેના સંબંધોમાં શિસ્ત તથા સંતુલન લાવવાના ઉદ્દેશ્યથી ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ વિધાનસભા ગૃહમાં શહેરી વિકાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં આ ક્રાંતિકારી વિધેયક રજૂ કરતા તેની મહત્વની જોગવાઈઓ અને હેતુઓની વિગતવાર માહિતી આપી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી રાજ્યમાં મિલકત ભાડે આપવાની વ્યવસ્થા ‘મુંબઈ ભાડા અને નિવાસ ગૃહદર નિયંત્રણ અધિનિયમ, ૧૯૪૭’ હેઠળ સંચાલિત થતી હતી, જેની મુદત વખતોવખત લંબાવવી પડતી હતી. જૂના કાયદાની મર્યાદાઓને કારણે મકાન માલિકો અને ભાડૂઆતોને અનેક કાનૂની ગૂંચવણોનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આધુનિક જરૂરિયાતોને અનુરૂપ નવો ‘ગુજરાત ભાડા અધિનિયમ’ લાવવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment