પોરબંદર જિલ્લામા શાળા પ્રવેશોત્સવનું હકારાત્મક પરિણામ શીશલી ગામની સરકારી પ્રાથમિક શાળાના નવા સંકુલ માટે એક કરોડનું દાન મળ્યું શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયાનું દાન આપ્યુ

હિન્દ ન્યુઝ, પોરબંદર

         રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ શાળા પ્રવેશોત્સવનું અભિયાન પૂર્ણ કરવામાં આવ્યું. પોરબંદર તાલુકાના શીશલી ગામે સરકારી શાળાના નવા સંકુલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનમાં ગામના દાતા હાલ યુ. કે. બર્મિંગહમ નિવાસી સ્વ. હરભમભાઈ પરબતભાઇ મોઢવાડીયા અને માકીબેન હરભમભાઈ મોઢવાડીયા દ્વારા શિક્ષણ પ્રેમ અને માદરે વતનની લાગણી દાખવી એક કરોડ રૂપિયા નું દાન આપી શાળા પ્રવેશોત્સવ શિક્ષણને સાચા અર્થમાં કૃતગ્યતા દાખવી છે.

આપેલા દાનના પ્રથમ સોપાન તરીકે તા. ૦૧ જુલાઈ અને અષાઢી બીજના રોજ નવી શાળાના સંકુલનું ખાતમુહૂર્ત દાતા ખીમાભાઇ સવદાસભાઈ મોઢવાડીયા અને ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરા, શિક્ષણ સમિતિના ચેરમેન આવડાભાઇ ઓડેદરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કણસાગરા, જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર તેમજ શાળા પરિવાર અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું 

Related posts

Leave a Comment