ભાવનગર રેન્જની નવી આઇ.જી. કચેરી આધુનિક સુવિધાથી સંપન્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગરમાં નવનિર્મિત પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કર્યુ હતું. ભાવનગર રેન્જમાં ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. તેથી આ ત્રણેય જિલ્લાની પોલીસને હવે નવનિર્મિત કચેરીનો લાભ મળશે. રૂપિયા 3.89 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ કચેરી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં પેન્ટ્રી, ઇલેક્ટ્રીક રૂમ, રીડર રૂમ, રજીસ્ટ્રી રૂમ, આઈ. જી. ચેમ્બર, સાયબર સેલ, ટેકનીકલ રૂમ, વહીવટી રૂમ, આર. આર. સેલ સહિતની કચેરીઓ કાર્યરત થશે. ઉલ્લેખનીય છે કે સાયબર સેલ કચેરી પોલીસ આ સંકુલમાં જ હોવાથી મોનિટરીંગમાં સરળતા રહેશે.    

Read More

જૂના ૭૦ વાહનોના બદલે નવા ૯૧ વાહનો દ્વારા ડોર-ટુ-ડોર કલેક્શનની કામગીરી કરશે : વેસ્ટ મેનેજમેન્ટ વધુ અસરકાર બનશે

હિન્દ ન્યુઝ,  ભાવનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાવનગરમાં ગુલિસ્તાં ગ્રાઉન્ડ ખાતે ભાવનગર મહાનગરપાલિકાનાં ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટેના 91 વાહનોને લીલી ઝંડી આપી લોકાર્પણ કર્યુ હતુ. 10.48 કરોડ રૂપિયાના ખર્ચે ખરીદાયેલા 41 વાહન તેમજ એજન્સી મારફતનાં 50 વાહનો વેસ્ટ મેનેજમેન્ટ માટે કાર્યરત થશે. હવે જૂના ૭૦ વાહનોના બદલે નવા ૯૧ વાહનો દ્વારા ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી વધુ અસરકારક રીતે થશે. વિવિધ પ્રકારના કચરાનાં મેનેજમેન્ટ દ્વારા ભાવનગરને વધુને વધુ સ્વચ્છ બનાવવાનો હેતુ આ વાહનો દ્વારા સિદ્ધ થશે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી જનરેટ થતા વેસ્ટ સોર્સ પરથી જ સુવ્યવસ્થિત રીતે કલેક્ટ…

Read More

પંડિત યશવંતરાય પુરોહિતની પુણ્યસ્મૃતિમાં અનેક આશાસ્પદ કલાકારોને કલાનાં ઓજસ પાથરવાની તક મળશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવનગરમાં નવીનીકરણ પામેલાં ‘યશવંતરાય નાટ્યગૃહ’નું આજે લોકાર્પણ કર્યુ હતુ. આ નાટ્યગૃહનું નિર્માણ જાણીતા શાસ્ત્રીય ગાયક અને ભાવનગરના વતની પંડિત યશવંતરાય પુરોહિતની સ્મૃતિમાં કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ એરકન્ડિશન ધરાવતા નવનિર્મિત નાટ્યગૃહમાં 752 પ્રેક્ષકોની બેઠકક્ષમતા છે. નાટ્યગૃહનું નવીનીકરણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતી શાસ્ત્રીય ગાયકોમાં પંડિત યશવંતરાય પુરોહિત જાણીતું નામ છે. તેમનો જન્મ 27 ડિસેમ્બર, 1916નાં રોજ ભાવનગરમાં થયો હતો. સંગીત પ્રત્યેના અનુરાગનાં કારણે તેઓ બનારસમાં પંડિત ઓમકારનાથજી ઠાકુર પાસે ગાયકી શીખ્યા હતા. તેમની પ્રકૃતિમાં રહેલી વિનમ્રતા અને કારુણ્ય તેમને કિરાણા…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં હસ્તે 396 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ- ખાતમુહૂર્ત

‘ગોહિલવાડમાં વિકાસની હેલી’ હિન્દ ન્યુઝ, ભાવનગર   મુખ્યમંત્રી આજે ભાવનગર પધારી સૌપ્રથમ ‘યશવંતરાય નાટ્યગૃહ’ પહોંચ્યા હતા, જ્યાં 1.47 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા ‘યશવંતરાય નાટ્યગૃહ’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ, કલાનગરી તરીકે વિખ્યાત ભાવનગરની ઓળખ અદ્યતન નાટ્યગૃહનાં કારણે વધુ ઉજાગર થશે. મુખ્યમંત્રીએ અહીં પંડિત યશવંતરાય પુરોહિતની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી ઉપસ્થિત કલાકારોનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉપરાંત અહીં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાનારાં 27.36 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં આનંદનગર લાયબ્રેરી, વોટર સપ્લાય નેટવરર્ક, પૂર્વ વિસ્તારનાં રસ્તાઓ, મહિલા કોલેજ ગાર્ડન બ્યુટિફિકેશન સહિતનાં કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યારબાદ…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં જનસુખાકારીના વિવિધ પ્રકલ્પોના લોકર્પણ અને ખાતમુર્હુત સમારોહમાં ઉપસ્થિતિ રહેવા ભાવનગર પધાર્યા હતા. ભાવનગર એરપોર્ટ તેમનું ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે મેયર ભરતભાઈ બારડ, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી, ધારાસભ્ય સર્વે જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડયા, શંભુપ્રસાદજી ટુંડીયા , જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ ભાવસભર સ્વાગત કર્યુ હતુ.  …

Read More

સગીરાનું અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને સુરેન્દ્રનગર જીલ્લાના પાટડીથી શોધી કાઢતી એલ.સી.બી. ટીમ રાજકોટ ગ્રામ્ય, એ.એચ.ટી.યુ ટીમ તથા જસદણ પોલીસ ટીમ

હિન્દ ન્યુઝ, જસદણ     રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ અપહરણ થયેલ મહિલા, બાળકો તેમજ ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા સુચના કરેલ. જેથી જસદણ પો.સ્ટે. ગુ.ર.નં. A-૧૧૨૧૩૦૨૧૨૩૦૭૭૫/૨૦૨૩, IPC કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુનામાં સગીર વયની બાળાના અપહરણનો ગુનો રજીસ્ટર થયેલ. જેથી ઉપરોક્ત ગુનાના કામે ભોગબનનાર તથા આરોપીને શોધી કાઢવા માટે એલ.સી.બી. ટીમ રાજકોટ ગ્રામ્ય, જસદણ પોલીસ ટીમ તથા એ.એચ.ટી.યુ. ટીમ અલગ અલગ દિશામાં પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન જસદણ પો.સ્ટે.ના પો. હેડ કોન્સ. સાગરભાઈ મકવાણા તથા…

Read More

વિશ્વ મહિલા દિવસે ભાવનગરની દિવ્યાંગ મહિલાએ કૌવત બતાવ્યું : જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બહેનોની સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ

હિન્દ ન્યુઝ, ભાવનગર      વિશ્વ મહિલા ડોવશે ભાવનગરની દિવ્યાંગ મહિલા સંગીતાબેન સુતરીયા એ 100 મીટર ટ્રાયલ્સીકલ રેસ, વિલચેર રેસ અને સીટીંગ વોલીબોલ રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ખરા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભાવનગર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા સીદસરના સ્પોર્ટ્સ સંકુલમાં યોજાયેલ સ્પેશિયલ ખેલ મહાકુંભ 2.0 જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ બહેનોની સ્પર્ધામાં ભાવનગર શહેરની અલગ અલગ વય જૂથમાં અને રમતોમાં ૪૫૦ થી પણ વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં સંગીતાબેન સુતરીયા કે જેઓ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ પ્લેયર છે…

Read More

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર ભક્તિ સમુદ્ર

હિન્દ ન્યુઝ, સોમનાથ        દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથ ભણી પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 50000 થી વધુ શ્રદ્ધાળુપ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. દેશના પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી ની અધ્યક્ષતામાં યાત્રી સુવિધાઓ નો વિસ્તાર કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિર્મિત નવી પ્રવેશ વ્યવસ્થા અનુસાર ક્લોકરૂમ શું હાઉસ…

Read More