કાલાવડ ખાતે જામનગરના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો, રેલીમાં થયા સૂત્રોચ્ચાર

હિન્દ ન્યુઝ, કાલાવડ

      જામનગર જિલ્લા નાં કાલાવડ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન અને જાહેર સભા તેમજ જામનગર બેઠકનાં ઉમેદવાર પૂનમબેન માડમની રેલી યોજાઇ હતી અને આ રેલીમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો આવી પહોંચ્યા હતા અને ‘હાય હાય રૂપાલા’ ના સૂત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા. રૂપાલા વિરોધના સૂત્રોચાર કરતા આશરે 150 જેટલા ક્ષત્રિયો ને કાલાવડ પોલીસે અટકાયત કરી હતી અને ત્યાર બાદ તેઓને છોડી મુકવામાં આવ્યાં હતા.

    લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આવા વિરોધ થી ચોક્કસપણે ભાજપને અને ખાસ જામનગર બેઠક પરથી પૂનમબેન માડમને ચૂંટણીમાં ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે જેમાં કોઈ બેમત નથી.

     જામનગર સીટ ઉપર એક તરફ લેઉવા પટેલ સમાજના કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવીયા ને ખોડલધામનાં પ્રમુખ નરેશભાઈ પટેલ જંગી બહુમતિથી જીતાડવા માટે લેઉવા પટેલ સમાજને આહવાન કરતા હોય અને બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો ભાજપના અને રૂપાલાના વિરોધમાં ઉતાર્યા હોય ત્યારે પૂનમબેન માડમની રેલીઓમાં અલગ અલગ જગ્યાએ ક્ષત્રિયો દ્વારા વિરોધ થવા પામતો હોય અને આજે કાલાવડ ખાતે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થવા પામ્યો હોય તો ચોક્કસપણે પૂનમબેન માડમને આ ચૂંટણીમાં રસાકસીનો સામનો કરવો પડશે અને કદાચ આ પગલે પૂનમબેન માડમની હારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાલાવડ ખાતે યોજાયેલ આ રેલી દરમિયાન ક્ષત્રિયોનાં વિરોધનાં પગલે પુનમબેન માડમ પોતે પોતાની ગાડીમાંથી બહાર નીકળ્યા ન હતા અને તેઓની જાહેર સભા પણ ગણતરીના મિનિટોમાં આટોપી લઈ જામનગર રવાના થયા હતા.

Related posts

Leave a Comment