શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મતદાન જાગૃતિનો સંદેશ અપાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     તાલાલા ચોકડી વેરાવળ ખાતે આવેલ ભાલકેશ્વર રિસોર્ટમાં શ્રી ભાલકેશ્વર મિત્ર મંડળ આયોજિત સર્વ હિન્દુ સમાજ સમુહ લગ્નોત્સવમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા સહભાગી થયાં હતાં અને નવદંપત્તિઓને ભાવી જીવનની શુભકામનાઓ પાઠવવા સાથે આગામી સમયમાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં સહભાગી થવા માટે અપીલ કરી હતી.

નવદંપતીઓને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવતાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, લોકશાહીને મજબૂત બનાવવા માટે મતદાન અવશ્ય કરવું જોઈએ. ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે ત્યારે કોઈપણ પ્રકારની આળસ ન કરીને મતદાનમાં મતદાન કરવા આગળ આવવું જોઈએ.

આ પ્રસંગે કલેક્ટરની ઉપસ્થિતિમાં 34 નવયુગલો અને જાનૈયાઓએ ‘હું અવશ્ય મતદાન કરીશ’ના શપથ લીધા હતાં અને સેલ્ફી પોઈન્ટ પાસે મતદાન જાગૃતિની સેલ્ફી લઈ સંકલ્પબદ્ધ થયાં હતાં.

કલેક્ટરએ લગ્નપ્રસંગે આયોજીત રક્તદાન શિબિરની મુલાકાત લઈને રક્તદાન કરનાર રક્તદાતાઓની માનવસેવાની આ પ્રવૃત્તિને બીરદાવી હતી અને રક્તદાન સાથે મતદાન પણ અવશ્ય કરવા અપીલ કરી હતી.

આ સમુહલગ્નના અવસરે અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા, વેરાવળ ગ્રામ્ય મામલતદાર આરઝૂ ગજ્જર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Related posts

Leave a Comment