74-લાલપુર આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી છાસ વિતરણનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લામાં મતદાન મથકો ખાતે લોકોને ગરમીમાં રાહત મળી રહે તે માટે જે તે સેન્ટર પર છાંયડો, પીવાના પાણીની વ્યવસ્થા, પંખાઓ, ઓઆરએસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે જામનગર જિલ્લાના 74-લાલપુર-4 એલ.એલ.એ. મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ આદર્શ મતદાન મથક ખાતે લોકોને ગરમીથી રાહત મળી રહે તે હેતુથી છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે. બપોરના સમયે પણ લોકો મતદાન કરવા પહોંચ્યા છે. અને મત આપવા આવી રહેલ તમામ લોકોને છાસ પીવડાવવામાં આવી રહી છે. તંત્રના આ અભિગમને લોકો પણ આવકારી રહ્યા છે.

 

Related posts

Leave a Comment