બજેટ સત્ર દરમ્યાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં, સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર

      તારીખ. ૩૧ મી જાન્યુઆરી-૨૦૨૪ થી સંસદના ભજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સત્ર દરમ્યાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં ઉપસ્થિત હોવાથી તા. ૩૧/૦૧/૨૦૨૪ થી તા.૧૦/૦૨/૨૦૨૪ સુધી બજેટ સત્ર દરમ્યાન કામકાજના ઉપરોકત દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. સંસદના બજેટ સત્ર દરમ્યાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા અને ભાણવડ ખાતેના સંસદસભ્યના કાર્યાલયો સવારે : ૯.૩૦ થી રાત્રે : ૮.૩૦ સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે.

જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, માઉન્ડ ફ્લોર, અંબર સીનેમા પાસે, જામનગર (ફોન. ૦૨૮૮-૨૬૭૬૬૮૮, ૨૬૦૦૧૦૦, ખંભાળીયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ, ખંભાળીયા (ફોન. ૦૨૮૩૩-૨૩૩૩૮૮) તથા

ભાણવડ કાર્યાલય : વેરાહનાકા બહાર, ભાણવડ (ફોન. ૦૨૮૯૬-૨૩૨૧૮૮) નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment