ફુલઝર ગામે થયેલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણના ફુલઝર ગામે ગત તા.18/1/2024 ના રોજ બંધ મકાનમા રોકડ રકમ તેમજ મોબાઈલ મળી કુલ મુદામાલ 41500 રૂપિયાની ચોરી થયેલ હોય જે અંગે જસદણ પોલીસમાં ફરિયાદ કરતા જસદણ પી.આઇ ટી બી જાની માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા ચોરી થયેલ જગ્યા પર ટેકનીકલ તેમજ હ્યુમન રિસોસીસના માધ્યમથી પોકેટ કોપ તથા ઈ ગુજકોપ ની મદદથી ગુનામાં ઉપયોગ કરવામાં આવેલા મોટરસાઇકલ નંબર પરથી તપાસમા કરતા હતા તે દરમિયાન સર્વલન્સ ટીમને બાતમી મળેલ કે ગુનામાં ઉપયોગ લેવાયેલા મોટરસાયકલ તથા આરોપી ગઢડીયા ચોકડી હતી જસદણ તરફ મોબાઈલ ફોન વેચવા માટે આવી રહ્યા હતા તે દરમિયાન જસદણ પોલીસ સર્વેલન્સ ટીમે આરોપીને પકડી પડી મોટરસાયકલ ત્થા મોબાઈલ ફોન નં 2 મળી રોકડા રૂપિયા 17000 સાથે આરોપી મહેશ ઉર્ફ રોમિયો વલ્લભભાઈ રહે મોઢુકા તા વીછીંયા, કિસન ઉર્ફ ભણો ગિરધરભાઇ રહે રામપર તા ગઢડા, વિશાલ ભકુભાઈ બાવળિયા રહે કેરાળા તા ગઢડા ને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment