ભાવનગર લોકસભા મિડીયા પ્રભારી તરીકે નિયુક્ત થતાં સુરેશ પરમાર

હિન્દ ન્યુઝ, રાજકોટ

ગુજરાત પ્રદેશ ભાજપ મિડીયા કમિટી મેમ્બર્સ (ગાંધીનગર) જામનગર શહેર જિલ્લો તેમજ દેવભૂમિ દ્વારકાના મિડિયા પ્રભારી તરીકે યશસ્વી કામગીરી કરતા જુના જનસંથી સ્વ. બચુભાઈ પ્રેસવાળાના વપુત્ર અને પ્રદેશ ભાજપ અગ્રણી સુરેશભાઈ પરમારની પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ, પ્રદેશ પ્રવકતા યમલભાઈ વ્યાસ અને પ્રદેશ મિડીયા કન્વીનર ડો. યજ્ઞેશભાઈ દવેએ ભાવનગર લોકસભાના પ્રભારી મિડીયા તરીકે નિયુકિત કરેલ છે.

સુરેશભાઈ બાલ્ય અવસ્થાથી જ બાલ્ય ભાજપની વિચારધારા સાથે જોડાઈને વોર્ડના ઈન્ચાર્જથી લઈને શહેર યુવા મોરચો, બૌધ્ધિક સેલ મિડીયા સેલના હોદેદાર સહકારી ક્ષેત્રે કાર્ય કરવાની સાથે સાથે લોકસભા, વિધાનસભા, કોર્પોરેશન, બેંકો અને સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ઉતમ કામગીરી સાથેનો બહોળો અનુભવ ધરાવતા સુરેશભાઈ પરમારને ખૂબજ જવાબદારી સાથે આગામી ૨૦૨૪ની યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાવનગર લોકસભા મિડીયા પ્રભારી તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે નિમણુંક કરેલ છે. તેઓ સામાજિક અને સેવાકીય સંસ્થાઓ જેવી કે ઓલ ઈન્ડીયા એન.જી.ઓ ફેડરેશન ન્યુ દિલ્હીના મેનેજીંગ ટ્રસ્ટી, સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ, વિશ્વ પત્રકાર મહાસંઘ ગુજરાતના પ્રાંત અધ્યક્ષ અને ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યુઝ પેપર એડીટર કાઉન્સીલના પ્રમુખ તરીકે ખૂબજ બહોળો અનુભવ ધરાવતા સુરેશભાઈ પરમારને ખૂબજ જવાબદારી સાથે આગામી ૨૦૨૪ની યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ભાવનગર લોકસભાના મિડીયા પ્રભારી તરીકે નિયુકત કરેલ છે.

Related posts

Leave a Comment