મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં ભાવભીનું સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેનું જામનગર એરપોર્ટ પર આગમન થતા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તેઓનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર સહિતના મહાનુભાવોએ પુષ્પગુચ્છ વડે મુખ્યમંત્રી નું અભિવાદન કરી આવકાર્યા હતા. તેમજ આ તકે શહેર પ્રાંત અધિકારી પી.બી.પરમાર, લાલપુર પ્રાંત અધિકારી એસ.જે.અસવાર તથા ધ્રોલ પ્રાંત અધિકારી વી.ડી.સાકરીયા સહિતના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.      

Read More

જામનગર જિલ્લામાં વિવિધ કક્ષાએ સાંસદ ખેલ મહોત્સવ- 2024 નું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર     જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર કચેરી- જામનગર દ્વારા વિવિધ કક્ષાએ સાંસદ ખેલ મહોત્સવમાં યોજાનારી રમતના સંકલનની યાદી તૈયાર કરવામાં આવી છે. જે અત્રેથી જાહેર કરવામાં આવે છે. તાલુકા કક્ષા, ઝોન કક્ષા, લોકસભા કક્ષા અને પુર્ણાહુતિ સમારોહની સ્પર્ધામાં તમામ વયજૂથના લોકો ભાગ લઈ શકશે. તાલુકા કક્ષાએ આગામી તા.4 માર્ચે ધ્રોલ તાલુકામાં બી.એમ.પટેલ સ્કુલ વાંકિયા ખાતે કબ્બડીની સ્પર્ધા યોજાશે. જે માટે નોડલ અધિકારી પારસભાઈ અરણીયાના મોબાઈલ નંબર- 8511451991 પર સંપર્ક સાધવો. આગામી તા.5 માર્ચે ધ્રોલ તાલુકામાં બી.એમ.પટેલ સ્કુલ વાંકિયા ખાતે ખો-ખોની સ્પર્ધા યોજાશે. જે…

Read More

જશ્ને ઉર્ષ મુબારક અને જશ્ને સમૂહ શાદીનુ આયોજન

હિન્દ ન્યુઝ, કાલાવડ            કાલાવડ તાલુકાના પીપર ગામે હરજરત જુસબપીર ડાડા ઉર્ષ કમિટી-પીપર, અખિલ સૌરાષ્ટ્ર સુન્ની સુમરા સમાજ અને સુન્ની સુમરા એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ -રાજકોટ દ્વારા હરજરત જુસબપીર ડાડાનો (રદિયલ્લાહુ તઆલા અન્હુ) જશ્ને ઉર્ષ મુબારક અને જશ્ને સમૂહ શાદીનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં મિલાદ શરીફ, ગુસલ શરીફ, ઝુલુસ , સમૂહ નિકાહ, નાત શરીફ તેમજ ન્યાજ શરીફ જેવા કાર્યક્રમ રાખવામાં આવ્યા. આ સમૂહ લગ્નમાં સુમરા સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો તેમજ ઉર્સ કમિટીના સદસ્યો હાજર રહી ને આ સમૂહશાદી નું આયોજન કરવામાં આવેલ. મુસ્લિમ સમાજ દ્વારા…

Read More

જામનગરમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ દરમિયાન જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની પરિશિષ્ટ ‘ક’ મુજબ યાદી જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ દરમિયાન જાહેર કરાયેલા પરીક્ષા કેન્દ્રોની પરિશિષ્ટ ‘ક’ મુજબ યાદી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત, (1) સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ, (2) ડી.એસ.ગોજીયા હાઇસ્કૂલ, (3) જેકુરબેન સોની કન્યા વિદ્યાલય, (4) એ.બી.વિરાણી કન્યા વિદ્યાલય, (5) પ્રણામી હાઇસ્કૂલ, (6) ડી.સી.સી. હાઇસ્કૂલ, (7) સેન્ટ આન્સ હાઈસ્કૂલ, (8) હરધ્રોળ સરકારી હાઇસ્કૂલ- ધ્રોલ, (9) એમ.ડી.મહેતા ગર્લ્સ હાઇસ્કૂલ- ધ્રોલ, (10) જ્ઞાનદીપ વિદ્યાલય- ધ્રોલ, (11) શારદા મંદિર હાઇસ્કૂલ, (12) શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય, (13) એલ.જી. હરિયા સ્કૂલ યુનિટ-1, (14) એલ.જી.હરિયા સ્કૂલ યુનિટ-2, (15) સેન્ટ ફ્રાન્સિસ હાઇસ્કૂલ, (16)…

Read More

જામનગરમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તાર માટે હુકમો જાહેર કરાયા

હિન્દ ન્યુઝ, જામનગર    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.11 માર્ચથી આગામી તા.26 માર્ચ દરમિયાન એચ.એસ.સી. તથા એસ.એસ.સી. (HSC & SSC) ની પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના રહેલી છે. જે તમામ બાબતોને ધ્યાનમાં રાખતા અધિક…

Read More

विकास मित्र मतदान प्रतिशत बढ़ाने में महत्वपूर्ण भूमिका निभाएं – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार         मतदाता जागरूकता अभियान के तहत वैशाली जिले के बीका के प्रांगण में शनिवार को जिलापदाधिकारी यशपाल सिंह मीणा की अध्यक्षता में जिला के सभी 334 विकास मित्रों की बैठक आयोजित हुई ।  जिलापदाधिकारी ने अध्यक्षीय संबोधन में विकास मित्रों का स्वागत करते हुए कहा कि विकास मित्रों ने विकास कार्यों के साथ-साथ हमेशा प्रशासन के लिए एक मददगार के रूप में ग्रासरूट लेवल पर काम किया है। उन्होंने आगे कहा कहा कि वैशाली की धरती विश्व के प्रथम गणतंत्र की धरती है। इसलिए आप…

Read More

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અઘ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો શિક્ષણ સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરના અઘ્યક્ષસ્થાને રાજ્ય સરકારના પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત વાલીઓ સાથે શિક્ષણ સંવાદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નારી સંમેલન અને માતા યશોદા એવોર્ડનું આયોજન પણ કરાયું હતું. સરકાર દ્વારા કાર્યરત વિવિધ સરકારી યોજનાઓ વિષે વાલીઓ સાથે સીધો સંવાદ થઈ શકે અને બહોળી સંખ્યામાં વાલીઓને બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણની વાત કરી શકાય તે હેતુસર જિલ્લા કક્ષાનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત, આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા મોબાઈલના વધતા જતા ઉપયોગ આધારિત અભિનય ગીત રજુ કરવામાં આવ્યું હતું. પ્રિ-સ્કુલ…

Read More

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદના પગલે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી તા.06 માર્ચ સુધીમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના રહેલી છે. તેથી અત્રે જણાવેલ સાવચેતીના પગલા લેવા માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જામનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર, (1) બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂત મિત્રોએ તૈયાર થયેલા ફળ, શાકભાજી અને મસાલા પાકોની કાપણી કરાવી લેવી જોઈએ. (2) તૈયાર થયેલ ખેત પેદાશોને સલામત સ્થળે ખસેડીને તેનો સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવો જોઈએ. તેને તાડપત્રી/પ્લાસ્ટિકથી યોગ્ય રીતે બગાડ/નુકશાન થાય નહિ તે રીતે ઢાંકી દેવા અને ઢગલાની…

Read More

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુ. દિયા કુમારીજી જામનગરની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામનગર     રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુ દિયા કુમારીજી આજરોજ તા.૦૨ માર્ચના રોજ જામનગરની મુલાકાતે છે. ત્યારે દિયા કુમારીજીએ જામનગર શહેરમાં સ્થિત સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરે પ્રભુ ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. દિયા કુમારીજી સાથે ધારાસભ્ય સર્વે મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી સર્વે રમેશભાઈ મુંગરા, ડો.વિમલભાઈ કગથરા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  

Read More