કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર બોટાદ સંસદીય બેઠક માટે યોજાયેલ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ પ્રેરિત સાંસદ મહિલા ખેલ મહોત્સવનો પ્રારંભ સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે કરવામાં આવ્યો હતો. સાંસદ ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓમાં રહેલ વૈશ્વિક ખેલ કૌશલ્ય વિકસાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ રહેલી છે, જેના ભાગરૂપે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને સાંસદ ભારતીબેન શિયાળ ના માર્ગદર્શન સાથે સાંસદ મહિલા ખેલ મહોત્સવનું આયોજન થયું છે. ભાવનગર બોટાદ સંસદીય બેઠકમાં ભાવનગર શહેર સાથે તમામ તાલુકા વિસ્તારના કેન્દ્રો પર કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ…

Read More

રામમંદિર ખાતે શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારણા તેમજ શિક્ષક સજજતા સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     મૂલ્ય શિક્ષણ અને NEP રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી વર્તમાન શિક્ષણનું નવ સંસ્કરણ અંગે ચિંતન અને વ્યાયામ શિક્ષક સજજતા માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળ દ્વારા શ્રી રામ મંદિર હોલ ખાતે શારીરિક શિક્ષણ ગુણવત્તા સુધારણા તેમજ શિક્ષક સજજતા સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિ અને સબળ નેતૃત્વ થકી નિર્માણ પામેલ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્પોર્ટ્સ સાયન્સના ઉપયોગની સાથે અદ્યતન સુવિધાઓથી સજજ છે. ખેલાડીઓને…

Read More

વેરાવળ પોર્ટ એરિયામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે કાર્યવાહી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કલેક્ટર ડી.ડી.જાડેજાના માર્ગદર્શન અને સૂચના અનુસાર વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા ટીમ બનાવી વેરાવળ પોર્ટ એરિયામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન સીઆરજેડ વિસ્તારમાં અનઅધિકૃત સ્ટોરેજ કરેલા બોલ્ડર આશરે ૧૫૦૦ થી ૧૮૦૦ ટન બ્લેક ટ્રેપ અને ૨૯૦૦ થી ૩૦૦૦ ટન એમ સેન્ડ અંદાજે કિંમત રૂ. ૧૭,૨૮,૦૦૦ જપ્ત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત બિન કાયદેસર સ્ટોર કરેલ હેવી ઓઇલ તેમજ ડીઝલ બેરલની ક્વોન્ટીટી ૧૨૦૦ લીટર ડીઝલની કિંમત રૂ. ૧,૧૨,૦૦૦ સાથે આશરે રૂ. ૪૬,૩૭૫ની કિંમતનું ૨૬૦ કિલોગ્રામ ગ્રીસ અને આશરે ૧,૭૫,૫૫૦…

Read More

એક કદમ માનવતા કી ઓર…. “ટીબી હારેગા, દેશ જીતેગા”

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર શ્રી ડી.ડી. જાડેજાની આગેવાની અન્વયે સરાહનિય કામગીરી થઈ રહી છે ત્યારે શનિવારે વધુ ૩૦ ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને સ્ટેલા મેરી ટ્રસ્ટ સોમનાથ દ્વારા પોષણ આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.      ગીર સોમનાથ જિલ્લા ટીબી ઓફિસર ડૉ.શીતલ રામના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેલા મેરી ટ્રસ્ટ સોમનાથના ટ્રસ્ટી થોમસ મેડમ તરફથી પોષણકિટ આપવામાં આવી હતી…

Read More

બાળપણનું ન થાય મૉલ, ઘૂસિયામાં ખીલ્યાં ‘ગીરનાં ફૂલ’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      બાળકો પ્રભુનું સ્વરૂપ છે. ગમ્મત અને મસ્તી વગરનું બાળપણ નકામું છે. જેમ બાળકોની આંતરિક શક્તિ ખીલશે એટલાં જ એ ખૂલશે અને જીવનના પ્રગતિપથ પર આગળ વધશે. આ ઉક્તિને સાર્થક કરતા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ઘૂસિયા ખાતે ડી.એમ.બારડ સંકુલના પટાંગણમાં ‘ગીરના ફૂલ’ થીમ સાથે આંકોલવાડી, જસાધાર, રસૂલપરા, જાંબૂર, ભીમદેવળ સહિત તાલાલા તાલુકાની વિવિધ ૧૨૦થી વધુ આંગણવાડી કેન્દ્રના ૧૧૦૦થી વધુ ભૂલકાઓ માટે જ્ઞાન-ગમ્મતસભર “ભૂલકાં મેળો” યોજાયો હતો.             આ “ભૂલકાં મેળા”માં બાળકોને સાપસીડી, થ્રોઈંગ ધ બૉલ, બોલ બેલેન્સ, સંગીત ખુરશી વગેરે…

Read More

બેન્ક, દુકાન, હોસ્પિટલો સહિતની તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવવા ફરજીયાત

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લામાં વિભિન્ન પ્રકારના મિલ્કત સંબંધી ગુનાઓ જેવા કે વાહન ચોરી, ઘરફોડ ચોરી, લુંટ ધાડ જેવા ગુના બનતા હોય છે. જેથી જાહેર સ્થળોએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ગુનાઓ નિવારવા, ગુનાઓ શોધવા, તથા ઇન્વેસ્ટીગેશનમાં ઉપયોગી અને મહત્વની કડી બને છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી ભગતએ તેમને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લાની નીચે મુજબની જગ્યાએ સીસીટીવી ગોઠવવા જાહેનામું બહાર પાડી હુકમ કર્યો છે.  જવેલર્સની દુકાનો તથા તમામ પ્રકારની દુકાનો, સરકારી તથા ખાનગી બેન્કો, એ.ટી.એમ, ખાનગી હોસ્પિટલો, આંગડિયા પેઢી, શોપિંગ કોમ્પ્લેક્ષ/થિયેટર્સ/કોમર્શિયલ સેન્ટર ઉપર સિકયુરીટીને…

Read More

ફૂડ પ્રોસેસિંગ પ્રત્સાહક યોજના અંતર્ગત જબુગામ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       પ્રધાનમંત્રી ફાર્મલાઈઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહન યોજના અંતર્ગત જબુગામ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેતીવાડી ખાતાના વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક, આત્મા પ્રોજેક્ટ ફિલ્ડ સ્ટાફ તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખી મંડળના વિવિધ જૂથોને ફૂડ પ્રોસેસિંગ યોજનામાં લાભ લેવા માટે સમજ આપવામાં આવી હતી તેમજ આ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ દીઠ ૧૦ થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે તમામ લોકોને તેમજ દરેક ગામમાં આવી યોજનાનો પ્રચાર-પ્રસાર થાય તે માટે જીલ્લા ખેતીવાડી અધિકારીને સૂચનો કરવામાં આવ્યા હતા.  યોજનાનો લાભ…

Read More

બોર્ડની પરીક્ષાઓ માટે ૫૬ પરીક્ષા સ્થળોમાં શાંતિ પૂર્ણ પરીક્ષાઓ યોજવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      જિલ્લા શિક્ષણાધિકારી, છોટાઉદેપુરની દરખાસ્તને આધારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર HSC-SSC (સામ-/વિજ્ઞાન) પરીક્ષા માર્ચ-૨૦૨૪ માટે તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા. ૨૬/૦૩/૨૦૨ સુધી કુલ-૫૬ પરીક્ષા સ્થળો ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈપણ ગેરરીતિઓ સિવાય શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા લેવાય તે માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ – ૧૯૭૩ની કલમ-૧૪૪ જાહેરનામું બહાર પાડવામાં આવે છે.  SSC-HSC (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષા માર્ચ – ૨૦૨૪ માટેના પરીક્ષા કેન્દ્રોની વિગતો નીચે પ્રમાણે છે. છોટાઉદેપુર: એસ.એફ. હાઈસ્કૂલ, યુનિટ-૧-૨, ડોન બોસ્કો હાઈસ્કૂલ, ઈકબાલ હાઈસ્કૂલ, શ્રીમતી મણીબેન પટેલ કન્યા વિદ્યાલય, સ્ત્રી…

Read More

જામનગરના નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર-રાજકોટ હાઇવે પર ગુલાબનગરથી આગળ માણેકનગર વિસ્તારમાં આવેલ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. અજોડ ત્રિમંદિર (ત્રણ મંદિરો એક મંદિરમાં) ની સ્થાપના, એ પરમપૂજ્ય દાદાનું એક ક્રાંતિકારી પગલું હતું. જ્યાં બધા મુખ્ય ધર્મોના સાર એક મંચ પર મૂકવામાં આવ્યા છે. મંદિરની અંદર ભક્તોને જૈન,વૈષ્ણવ અને શૈવ ધર્મના દેવી દેવતાઓના દર્શન થાય છે. મંદિરમાં વિશાળ હારિયાળો બગીચો, પુસ્તકાલય તેમજ ભોજનશાળા આવેલી છે. અહીં ભક્તોને આધ્યાત્મિકતા અને શાંતિનો અનુભવ થાય છે. સફેદ પત્થરોની અદ્ભુત…

Read More

वैशाली जिले के तीन विधानसभा क्षेत्र के सेक्टर अधिकारी एवं सेक्टर पुलिस पदाधिकारी की समीक्षा संयुक्त बैठक ली – जिला पदाधिकारी एवं पुलिस अधीक्षक 

हिन्द न्यूज़, बिहार   वैशाली जिलापदाधिकारी यशपाल मीणा एवं पुलिस अधीक्षक कार्तिकेय शर्मा द्वारा संयुक्त रूप से समाहरणालय सभा कक्ष में राजापाकर,राघोपुर, महनार एवं पातेपुर विधानसभा क्षेत्र के सभी सेक्टर अधिकारियों एवं सभी सेक्टर पुलिस अधिकारियों के साथ चुनाव तैयारी की समीक्षा बैठक की गई।  बैठक में सभी सेक्टर पदाधिकारियों से यह जाना गया कि उनके साथ संबद्ध मतदान केंद्रों पर बिजली, पानी, शौचालय फर्नीचर एवं रैम की समुचित व्यवस्था है या नहीं। जिला पदाधिकारी ने उनसे कहा कि वे बूथों पर जाएं और वहां के स्थानीय लोगों के साथ समय…

Read More