ફૂડ પ્રોસેસિંગ પ્રત્સાહક યોજના અંતર્ગત જબુગામ ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

     પ્રધાનમંત્રી ફાર્મલાઈઝેશન ઓફ ફૂડ પ્રોસેસિંગ પ્રોત્સાહન યોજના અંતર્ગત જબુગામ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ખેતીવાડી ખાતાના વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક, આત્મા પ્રોજેક્ટ ફિલ્ડ સ્ટાફ તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સખી મંડળના વિવિધ જૂથોને ફૂડ પ્રોસેસિંગ યોજનામાં લાભ લેવા માટે સમજ આપવામાં આવી હતી તેમજ આ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામ દીઠ ૧૦ થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે તમામ લોકોને તેમજ દરેક ગામમાં આવી યોજનાનો પ્રચાર-પ્રસાર થાય તે માટે જીલ્લા ખેતીવાડી અધિકારીને સૂચનો કરવામાં આવ્યા હતા.

 યોજનાનો લાભ લેવા માટે તમામ સ્ટાફને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના પ્રતિનિધિ નીરવભાઈ પટેલ મારફત આવેલ તમામને આ યોજનાનો લાભ ખેડૂત કઈ રીતે લઇ શકે તે માટે છણાવટપૂર્વક વિગતો સમજાવવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની અધ્યક્ષતામાં આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જીલ્લા ખેતીવાડી અધિકારી બી.એચ પંચાલ, નાયબ બાગાયત નિયામક અને નાયબ ખેતી નિયામક તેમજ લાભાર્થી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment