મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે રંગોળી દ્રારા મતદાર જાગૃતી અભિયાન

હિન્દ ન્યુઝ, મહીસાગર મહીસાગર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વધુને વધુ મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મહીસાગર જિલ્લાની બાલાસિનોર વિવેકાનંદ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી બનાવવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ રંગોળી દોરીને ” મારો મત મારો અધિકાર ” તેવા સંદેશ પાઠવ્યા હતા અને નિબંધ સ્પર્ધા પણ યોજવામાં…

Read More

જામનગર જિલ્લામાં ચુંટણી ફરજ માટે નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તાઓ સોંપવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના તમામ પ (પાંચ) વિધાનસભા મતદાર વિભાગો માટે કે જેમને મુખ્ય નિર્વાચન અધિકારીશ તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલી હોય અને તે પૈકી જે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેવા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારના ગૃહ વિભાગના વંચાણ-ર માં દર્શાવેલા જાહેરનામા મુજબ…

Read More

લોકસભા સામાન્‍ય ચુંટણી – 2024 અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર     લોક સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા.૭-૦૫-૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં…

Read More

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં ૩થી વધુ વાહનો રાખવા/હંકારવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે તેમના ટેકેદારો અને વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જશે ત્યારે ભારતના ચૂંટણીપંચની સૂચના અનુસાર ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ સંજોગોમાં ૩ કરતાં વધુ વાહનો રાખવા કે હંકારવાની મંજૂરી મળવાપત્ર નથી. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાના વાહનો માટે સક્ષમ સત્તાધિકારી પાસેથી પરવાનગી…

Read More

જામનગર જિલ્લામાં શાંતી, સલામતી અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ કૃત્યો પર જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, જામનગર         લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા બંધારણની કલમ-૩૨૪ મુજબ બાહાર પાડેલ ચૂંટણી આચારસંહિતાની જોગવાઈઓના અમલ માટે જામનગર જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, જામનગર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૭(૧) (છ) હેઠળ જામનગર જિલ્લાના વિસ્તારમાં જાહેરનામાંની તારીખથી શરૂ કરીને ચૂંટણીની પ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી (તા.૦૬/૦૬/૨૦૨૪) નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો,…

Read More

ચુંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામનગર       લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ અંગે ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬/૦૩/૨૦૨૪ના રોજ જાહેરાત કરવામાં આવતા સમગ્ર રાજયમાં આદર્શ આચાર સંહિતા લાગુ પડેલી છે. ચુંટણી અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચુંટણી સંબંધિત સભા, સરઘસ/રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચુંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચુંટણીપંચનો અભિગમ રહેલો છે. આથી સમગ્ર જામનગર જિલ્લામાં જાહેર સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડ્યા દ્વારા શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ ૨૨(૧ક) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં…

Read More

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને લગતા ચોપાનીયાંના મુદ્રણ અને પ્રસિદ્ધિ પર નિયંત્રણ ફરમાવતું જાહેરનામું

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ના સંદર્ભમાં ભારતીય ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લાના તમામ પ્રિન્ટિંગ પ્રેસ ધરાવનારાઓ અને તમામ પ્રેસ માલિકોને જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે. પંડ્યા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશનના નામ અને સરનામાં ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનીયાં કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી/ કરાવી શકાશે નહિ. પ્રકાશકની ઓળખ અંગેના ૨ વ્યક્તિઓએ શાખ કરેલા એકરારનામાંની ૨ નકલ મુદ્રકને અને દરેક મુદ્રણાલયોમાં ફોટોકૉપી કરનાર, રૉનિયો કોપી કાઢનાર કે કોમ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની…

Read More

જામનગર જિલ્લામાં ચુંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન ન કરવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, જામનગર      લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા તા. ૧૬ માર્ચના રોજ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત કરવામાં આવતાંની સાથે જ સમગ્ર જામનગર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જેને ધ્યાને લેતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જાહેર સાહસોના મકાનો, વીજળી અને ટેલિફોનના થાંભલાઓ પર ચૂંટણી પ્રચારના ઇરાદાથી કોઈપણ ચૂંટણી અંગેનું બેનર, ચિહ્નો, આકૃત્તિઓ, પોસ્ટર અથવા ચૂંટણી પ્રચાર સંબંધિત સાહિત્યનું પ્રદર્શન કરવું નહિ, તેમજ કમાનો પણ ઊભી કરવી…

Read More

ઈલેકટ્રોનીક મીડીયાના, સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી.ચેનલના તેમજ એ.એમ. અને એફ.એમ. રેડીયો નેટવર્ક, કેબલ ટેલીવિઝન નેટવર્ક પર પ્રચાર જાહેરાતો અંગેનું જાહેરનામુ

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લામાં ૭મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થનાર છે. પ્રવર્તમાન ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારોના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનીક મીડીયાના માધ્યમથી, પ્રસારણ સ્થાનિક કંટ્રોલરૂમથી તથા ટી.વી. ચેનલના રાજય, આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય તેમજ એ.એમ. અને એફ.એમ. રેડીયો નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (નિયમન) અધિનિયમ-૧૯૯પ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિમયો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર સંહિતાને અનુરૂપ હોય તે સિવાય કોઈપણ વ્યકિત કોઈ જાહેરાત પ્રસારિત કે પુન:પ્રસારિત કરી શકે નહી. તેમજ જાહેરાતો કોઈ ધાર્મિક કે…

Read More

જામનગર જિલ્લામાં ૪ કરતા વધુ વ્યક્તિઓની મંડળી રચવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, જામનગર     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે. ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી સંબંધી પ્રચાર માટે કે આવેદનપત્ર આપવાના હેતુથી કે દેખાવો યોજવાના હેતુથી જાહેર સ્થળોએ લોકો ટોળા સ્વરૂપે એકઠા કે પસાર થાય તો લોકોમાં ભયમુકત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાય નહી તેથી સમગ્ર જિલ્લામાં જરૂરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ ભાવેશ એન. ખેર, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ જામનગર જિલ્લામાં ચાર કરતા વધારે વ્યકિતઓની…

Read More