જામનગર જિલ્લામાં ચુંટણી ફરજ માટે નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યપાલક મેજિસ્ટ્રેટની સત્તાઓ સોંપવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર

     લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને ૧૨-જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ જિલ્લાના તમામ પ (પાંચ) વિધાનસભા મતદાર વિભાગો માટે કે જેમને મુખ્ય નિર્વાચન અધિકારીશ તરફથી, આ કચેરી તરફથી, નોડલ અધિકારી તરફથી, ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી તરફથી ચૂંટણી વિષયક કામગીરી સોંપવામાં આવેલી હોય અને તે પૈકી જે અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને હોદ્દાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકાર મળેલા નથી તેવા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે કરી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સંપૂર્ણપણે નિયંત્રણ રાખી શકાય તે માટે સરકારના ગૃહ વિભાગના વંચાણ-ર માં દર્શાવેલા જાહેરનામા મુજબ કોજદારી કાર્યરિતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૨૧ હેઠળ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના તથા આ અધિનિયમની કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ ના અધિકારો મળવાપાત્ર થાય છે.

ઉક્ત અધિકારો ભોગવવા માટેનો વિસ્તાર અને સમયગાળો નિશ્ચિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ને અધિકૃત કરવામાં આવ્યા છે. ૧૨-જામનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૭૯-જામનગર દક્ષિણ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જામનગર તેઓના હોદાની રૂએ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો ધરાવતા ન હોય, ચૂંટણી અંગેની સંવેદનશીલ કામગીરી સરળતાથી પાર પાડી શકાય તે માટે તેઓની નિમણુંક જે વિધાનસભા મતદાર વિભાગ માટે થયેલી હોય તે વિભાગના કાર્યક્ષેત્રમાં લોકસભા સામાના ચૂંટણી-૨૦૨૪ ની આચાર સંહિતા અમલમાં આવ્યાથી ચુંટણી પ્રક્રિયા પુર્ણ થાય (તારીખ ૦૬/૦૬/૨૦૨૪) ત્યાં સુધીના સમયગાળા માટે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના સરકાર એ વંચાણ-૨ માં ઉલ્લેખ કરેલા જાહેરનામાથી આપેલા અધિકારો ભોગવવા અધિકૃત કરવામાં આવે છે.

તેઓશ્રીએ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારોનો ઉપયોગ ફકત ચૂંટણીલક્ષી કામગીરી માટે જ કરવાનો રહેશે અને આ અધિકારોનો દુરૂપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ બી.કે.પંડ્યા, જામનગરની યાદીમાંં જણાવવામાંં આવ્યુંં છે.

 

 

 

 

Related posts

Leave a Comment