લોકસભા સામાન્‍ય ચુંટણી – 2024 અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૫(પાંચ) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર

    લોક સામાન્‍ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં આગામી તા.૭-૦૫-૨૦૨૪ ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે તેમના ટેકેદારો અથવા દરખાસ્ત કરનારા અને અન્ય ચાર વ્યક્તિઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. પાંચ કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો એક સાથે પ્રવેશી શકશે. આ આદેશોનો અમલ તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી કરવાનો રહેશે. જે જામનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ થશે. આ હુકમ સરકારી,અર્ધસરકારી કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે નહિ.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. તેમ જામનગર જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરેલા હુકમમાં જણાવ્‍યું છે.

 

 

 

Related posts

Leave a Comment