ગીર-સોમનાથ જિલ્લામાં “નારી શક્તિ વંદના” કાર્યક્રમ સફળતા પુર્વક સંપન્ન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ              ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે “નારી શક્તિ વંદના” કાર્યક્રમ યોજાયેલ જેમાં આખા જિલ્લા માંથી ખુબજ મોટી સંખ્યામાં સખી મંડળના બહેનો તેમજ અન્ય બહેનો ઉમટી પડેલ જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વર્ચ્યુઅલ માધ્યમ થી પ્રેરક ઉદબોધન કરેલ આ કાર્યક્રમ ગુજરાતની 182 વિધાનસભામાં ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા નિહાળેલ અને વડાપ્રધાનએ મહિલાઓ માટે કેટલી બધી યોજનાઓનો લાભ આપેલ છે અને મહિલાઓને શક્તિશાળી કરેલ છે જે જણાવેલ. તેમજ 13 હજારથી વધુ સ્વ-સહાય જુથની 1 લાખ 30 હાજર થી વધુ મહિલાઓને રૂ.250 કરોડ થી વધુની સહાયની પણ…

Read More

આણંદના બાજીપુરા ગામે સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદના ઉમરેઠ તાલુકાના બાજીપુરા ગામે સરપંચ વિરુધ્ધ 9 સભ્યોમાથી 7 સભ્યો દ્વારા અવિશ્વાસ નો પ્રસ્તાવ તલાટી ને સુપ્રત કરવામાં આવ્યો છે. આણંદના બાજીપુરા ગામના પંચાયતના સભ્યો દ્વારા સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ છે. પંચાયતના અસંતુષ્ટ સભ્યો દ્વારા ગામમાં મહિલા સરપંચ છે અને વહીવટ તેમના પતિ કરે છે એવો આક્ષેપ સભ્યો અને ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું કે તલાવ, રોડ રસ્તા ગામતળના વૃક્ષો,તેમજ અન્ય કામોમાં ભ્રષ્ટાચાર થયો એવું લાગી રહ્યું છે તેમજ સભ્યો દ્વારા જણાવાયું કે ધણા કામો અમને જાણ બહાર કરેલ છે. આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ…

Read More

આણંદ જિલ્લામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની બોર્ડની પરીક્ષાઓ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હિંમતપૂર્વક આગળ વધવાનો સંદેશ પાઠવતાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી

હિન્દ ન્યુઝ, આણંદ       સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ આગામી તા. ૧૧ મી માર્ચથી યોજાનાર એસ.એસ.સી. અને એચ.એસ.સી. ની પરીક્ષામાં જિલ્લાના વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય વિના પરીક્ષાઓ આપી આગળ વધે તે માટે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જિલ્લામાં ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ ની પરીક્ષાઓ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓનું મનોબળ વધે અને તેઓ કોઈપણ જાતની માનસિક તાણ અનુભવ્યા વગર તેઓ પરીક્ષાઓ આપે તે માટે એક પત્ર દ્વારા તેમને માર્ગદર્શન આપતો શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે.  આ પત્રમાં જિલ્લા કલેકટરએ કહયું છે કે, વ્હાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને…

Read More

ભાવનગર જિલ્લામાં નારી શક્તિ વંદના કાર્યક્રમની સાથે મતાધિકારના ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લેવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર સહિત સમગ્ર દેશમાં નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સાથે સાથે બહોળી સંખ્યામાં ગામે ગામથી મહિલાઓ ઉપસ્થિત હોઈ ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.  

Read More

ભાવનગર જિલ્લામાં મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બનવા નિરમા સાથે MOU કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર       આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ના અનુસંધાને ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય મતદારો જાગૃત બને અને મતદારો અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી આર.કે મહેતા દ્વારા ભાવનગર જિલ્લામાં આવેલ નિરમા કંપની સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સહભાગી થવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે. આ તકે નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર. એન. ચૌધરી, ભાવનગર ગ્રામ્ય મામલતદાર બી. એ. ઠાકોર સહિત નિરમાના પ્રતિનિધિઓ ઉપસ્થિત…

Read More

ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે મહુવા, તળાજા, ગારીયાધાર, પાલિતાણા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. જે અંતર્ગત ભાવનગર ગ્રામ્યનો સાંસદ શ્રીમતિ ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમા શિવકુંજ આશ્રમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. દેશમાં ૧૩ હજાર થી વધુ સ્વ સહાય જૂથની ૧ લાખ ૩૦ હજાર થી વધુ મહિલાઓને ૨૫૦ કરોડ થી વધુની સહાય આપવામાં આવી હતી. આ તકે સાંસદ શ્રીમતિ ભારતીબેન…

Read More

ભાવનગરમાં પીસીએન્ડ પીએનડીટી એકટના ભંગ બદલ સોનોગ્રાફી મશીન સીલ કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને મળેલ ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરતા તબીબ ડો. એમ.સી.શાહ સ્મિતા એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનીક કાળાનાળા વિરુધ્ધની ફરીયાદ અરજી અન્વયે સરકારના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને વેગ આપવાના હેતુથી ધટતી જતી દીકરીઓની સંખ્યા અન્વયેની ચિંતા વ્યકત કરતા પીસીએન્ડ પીએનડીટી એકટની અમલવારી માટે સીડીએચઓ દ્રારા ડો. જીગર કાકડીયા ટીએચઓ-શિહોરને નિયમાનુંસાર કાર્યવાહી કરવા અધિકૃત કરેલ હતા. આમ, તેઓએ સ્મીતા એકસરે એન્ડ સોનોગ્રાફી કલીનીક કાળાનાળા ખાતે ગયા હતા. જેમાં કલીનીક ખાતેથી એક દંપતીની શંકાસ્પદ વર્તણુકને આધારે ટીએચઓ-શિહોર અને તેની ટીમ તથા જીલ્લાના સ્ટાફે તપાસની કામગીરી શરુ કરેલ હતી.…

Read More