મહીસાગર વન વિભાગ દ્વારા કાનેલા ખાતે અંદાજિત ૧૫૦ જેટલા લાભાર્થીઓને વાંસ વિતરણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, મહીસાગર  મહીસાગર વન વિભાગ અંતર્ગત આવેલ લુણાવાડા રેન્જ, બાલાસિનોર રેન્જ, ખાનપુર રેન્જ એટલે કે મહીસાગર-૧ સબડિવિઝનનો વાંસ વિતરણ કાર્યક્રમ કાનેલા ખાતે યોજાયો હતો. જેમાં મહીસાગર વનવિભાગ અંતર્ગતણી વિવિધ સહભાગી વન મંડળીના સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમાં અંદાજિત ૧૫૦ જેટલા લાભાર્થીઓને વાંસના સ્વરૂપમાં લાભ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ લોકોને વન વિસ્તારમાં દવ ન લગાવવા તેમજ દવના કિસ્સામાં મદદરૂપ થવા અંગે સમજ આપી જાગૃત કરવામાં આવ્યા હતા.આમ મોટી સંખ્યામાં ગ્રામજનોમાં વાંસનું વિતરણ કરવાથી તેઓ વાંસને લગત વિવિધ વસ્તુઓ બનાવી આર્થિક લાભ પણ મેળવી શકશે. આ…

Read More

જાહેર કાર્યક્રમોમાં જનતા દ્વારા ફરકાવવામાં આવતા ‘રાષ્ટ્રધ્વજ’નું માન-સન્માન જળવાય તે જરૂરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ભારતનો રાષ્ટ્રધ્વજ ભારતીય લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. નાગરિકોને રાષ્ટ્રધ્વજ માટે પ્રેમ, આદર અને સમ્માન વધે અને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સન્માન સાથે ફરકાવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયની યાદીમાં જણાવ્યાનુસાર,રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને ખેલકૂદના કાર્યક્રમોમાં નાગરિકો દ્વારા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવા કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેનો દુરુપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાષ્ટ્રધ્વજનું માન-સન્માન જળવાય તે રીતે એકાંતમાં નાશ કરવો જોઈએ. રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો ‘ફ્લેગ કોડ ઑફ ઈન્ડિયા, ૨૦૦૨’ની કેટલીક…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી નિર્ણય

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા તથા રવિ સીઝનમાં થયેલા પાછોતરા પાક વાવેતર માટેની પાણીની જરૂરિયાત લક્ષમાં લઈને એવો નિર્ણય કર્યો છે કે ધરતીપુત્રોને 31 માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિઓએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ આ કિસાનહિતકારી નિર્ણય કર્યો છે.

Read More

રાજ્યકક્ષાના ઈકો ફેરમાં આજોઠા કન્યા શાળા ઝળકી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    ગીર ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ તથા ઇકો ફેરમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની શ્રી આજોઠા કન્યાશાળાની વિદ્યાર્થીનીઓની વિવિધ ગાર્ડનિંગને લગતી પ્રવૃત્તિઓની પસંદગી કરવામાં આવી હતી. ઈકો ફેરમાં શ્રી આજોઠા કન્યા શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ સોલંકી પૂર્વા કિસાભાઇ અને દેવળિયા જીયા રમેશભાઇની પસંદગી કરવામાં આવી હતી. જેમણે વિવિધ ગાર્ડનિંગ પ્રવૃત્તિઓ રજૂ કરી હતી. શિક્ષક વીરમભાઇ રામના માર્ગદર્શક હેઠળ ગાંધીનગરમાં ૩ દિવસીય ઇકો ફેરમાં વિદ્યાર્થિનીઓ દ્વારા સેલ્ફ વોટરીંગ સિસ્ટમ, ટેરેસ ગાર્ડન, કિચન ગાર્ડન, વોલ ગાર્ડનીંગ તેમજ શાળામાં થતી…

Read More

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) કોડિનારના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    નોડલ ઓફિસર પીડબલ્યૂ ડી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી તેમજ જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા) કોડિનારના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૪૦ થી વધુ દિવ્યાંગજનો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સમાજ સહાયક તનવીરભાઈ ચાવડા દ્વારા ચૂંટણી કમિશન દ્વારા આપવામાં આવતી દિવ્યાંગજનો માટેની ચૂંટણી કાર્ડ કઢાવવા, મતદાન કરવા જવાં અને મતદાન બૂથ પર મળતી વિવિધ ઉપલબ્ધ સેવાઓનો લાભ લેવા વિશેષ માહિતી આપવામાં આવી હતી અને સ્વાવલંબન એપ્લિકેશન વિશે અવગત કરાયા હતાં. પીડબલ્યૂડી આઈકન ચંદ્રેશભાઈ…

Read More

આરોગ્ય વિભાગ દ્વારા સ્નેક બાઈટ અને વી.પી.ડી. સર્વેલન્સ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        રસીકરણ હશે ત્યાં બીમારી નહીં હોય. બાળકોને સુરક્ષિત રાખવા એ આપણી પ્રાથમિકતા છે. ચેપ લાગવાથી ફેલાઈ શકે એવી ગંભીર બીમારીઓથી રસીકરણ જ રક્ષણ આપે છે. ડિપ્થેરિયા, ટિટનસ, પોલિયો, ઓરી, રૂબેલા, ઉટાંટિયુ (કાળી ઉધરસ), અછબડાં વગેરે માટે રસીકરણ જરૂરી છે. તમામ વાલીઓએ પોતાના સંતાનોનું અચૂક રસીકરણ કરાવવું જ જોઈએ તેવી સમજ વિકસાવવી જોઈએ. જેથી આવા સંક્રમિત રોગની તિવ્રતા ઓછી કરી શકાય.   રસીકરણ વિશે આવી જ જાગૃતિ તથા આધુનિક પ્રવાહો વિશેની જાણકારી આપવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તબીબો માટે વી.પી.ડી. (Vaccine Preventable Diseases) સર્વેલન્સ અને સ્નેક બાઈટ અંગે ડિવાઈન…

Read More

તાલાલા-જામવાળા સ્ટેટ હાઈવેનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લાના તાલાળા-જામવાળા સ્ટેટ હાઈવેનું જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રૂ.૩૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા આ રસ્તાના કારણે ગ્રામજનો સહિત સાસણની મુલાકાતે આવતા પ્રવાસીઓને વધુ સગવડતા મળશે. તેમજ, ગીરના ઘરેણાં સમાન કેસર કેરીના ટ્રાન્સપોર્ટેશનને વેગ મળશે. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે કહ્યું હતું કે, ‘નવા રસ્તાના કારણે ગીરની જનતાની સુવિધામાં વધુ ઉમેરો થયો છે. માર્ગ મકાન વિભાગ દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં સી.સી.રોડ બનાવવામા આવ્યાં છે. આ સિવાયના રસ્તાઓમાં ડામર…

Read More

કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ લાલપુર ગામે આંતરિક પાણી પુરવઠાના રૂ.૩કરોડના કામોનું લોકાર્પણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના લાલપુર ગામે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ગુજરાત રૂર્બન ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (ઓટેકા) અંતર્ગત આંતરિક પાણી પુરવઠા યોજનાના રૂ.૩કરોડ ૩લાખ રૂપિયાના કામોનું લોકર્પણ કરવામાં આવ્યું હતું. આ કામોમાં ૪.૭૦કિમી લંબાઈનું ડીઆઈ પાઇપલાઇન અને પીવીસીનું પાઇપલાઇન નેટવર્ક, ૧૫ લાખ લીટર ક્ષમતાનો આરસીસી સમ્પ, ૮લાખ લિટર ક્ષમતાની આરસીસી ઊંચી ટાંકી, ૧૨*૧૦ મીટર પમ્પ હાઉસ અને પમ્પિંગ મશીનરીના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે, લાલપુર ગામમાં હવે ક્ષારમુક્ત નર્મદા નદીનું પાણી લોકોના ઘર…

Read More

જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ અન્વયે વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગરમાં આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવ વર્ષ 2024 અન્વયે વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરીના માર્ગદર્શન તળે એથલેટિક્સ, ખોખો, કબ્બડી અને વોલીબોલની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં 20 થી વધુ ટીમ અને 200 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન સ્પોર્ટ્સ કન્વીનર સંજયસિંહ, ટેકનિકલ આસીસન્ટ હાર્દિક જોશી, મયુર ગોહિલ, વિજય જુંજીયા અને ભગીરથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.      

Read More

જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફીટનેસ કેમ્પનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના તમામ નાગરિકો જિલ્લાના વિવિધ તાલુકાના સ્થળો પર વાહનોના ફીટનેસ ઈન્સપેકશન કેમ્પનો લાભ લઈ શકશે. જે મુજબ, આર.ટી.ઓ. કચેરી, જામનગર દ્વારા ધ્રોલ તાલુકામાંં ડો. બાબાસાહેબ આંંબેડકરની પ્રતિમા સામે, બાયો ડિઝલના પંપ પાસે આગામી તા.21/03/2024 ના રોજ, કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે તા.19/03/2024 ના રોજ, લાલપુરમાં તા.22/03/2024 ના રોજ લાલપુર માર્કેટિંગ યાર્ડની સામે, 66 KV બાજુનું મેદાન આગળ યોજાશે. તેમજ જામજોધપુર તાલુકામાં જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરના મેદાનમાં તા.22/03/2024 ના રોજ, તમામ પ્રકારના વાહનોનો ફીટનેસ ઈન્સ્પેકશન કેમ્પ યોજાશે. ઉકત જણાવેલા સ્થળ અને તારીખે માત્ર…

Read More