જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં આર.ટી.ઓ. કચેરી દ્વારા વાહન ફીટનેસ કેમ્પનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર

     જામનગર જિલ્લાના તમામ નાગરિકો જિલ્લાના વિવિધ તાલુકાના સ્થળો પર વાહનોના ફીટનેસ ઈન્સપેકશન કેમ્પનો લાભ લઈ શકશે. જે મુજબ, આર.ટી.ઓ. કચેરી, જામનગર દ્વારા ધ્રોલ તાલુકામાંં ડો. બાબાસાહેબ આંંબેડકરની પ્રતિમા સામે, બાયો ડિઝલના પંપ પાસે આગામી તા.21/03/2024 ના રોજ, કાલાવડમાં મુ. GEB ઓફિસની સામે તા.19/03/2024 ના રોજ, લાલપુરમાં તા.22/03/2024 ના રોજ લાલપુર માર્કેટિંગ યાર્ડની સામે, 66 KV બાજુનું મેદાન આગળ યોજાશે. તેમજ જામજોધપુર તાલુકામાં જામજોધપુર ગૌશાળા પાસે, નદીના કાંઠા પરના મેદાનમાં તા.22/03/2024 ના રોજ, તમામ પ્રકારના વાહનોનો ફીટનેસ ઈન્સ્પેકશન કેમ્પ યોજાશે.

ઉકત જણાવેલા સ્થળ અને તારીખે માત્ર અહીંયા જણાવેલી વિગતે જ વાહનોના ફીટનેસ ચેકીંગ થશે. ફીટનેસ રીન્યુઅલ માટે આવતા અરજદારોએ ઓનલાઈન અરજી અને ફી પેમેન્ટ કરીને ફિટનેસ કામગીરી કરાવવા જવાનું રહેશે. જે વાહનોનું પી.યુ.સી. સર્ટિફિકેટ ઓનલાઈન કઢાવેલું હશે, તેનું જ ફિટનેસ ઈન્સ્પકેશન કરી આપવામાં આવશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

Related posts

Leave a Comment