જામનગરમાં સાંસદ ખેલ મહોત્સવ અન્વયે વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર

 જામનગરમાં આકાશ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે સાંસદ ખેલ મહોત્સવ વર્ષ 2024 અન્વયે વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમ અને જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરીના માર્ગદર્શન તળે એથલેટિક્સ, ખોખો, કબ્બડી અને વોલીબોલની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.

જેમાં 20 થી વધુ ટીમ અને 200 ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન સ્પોર્ટ્સ કન્વીનર સંજયસિંહ, ટેકનિકલ આસીસન્ટ હાર્દિક જોશી, મયુર ગોહિલ, વિજય જુંજીયા અને ભગીરથસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

 

Related posts

Leave a Comment