ભાવનગરમાં બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડનીંગ અંગે સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

નાયબ નિયામક બાગાયત વિભાગની કચેરીના ઉપક્રમે આયોજિત “URBAN HORTI-CULTURE” એટલે કે ઘર આંગણે શાકભાજીની ખેતી અને કિચન ગાર્ડનીંગ વિષય પર માહિતી સભર સેમિનાર યોજવામાં આવ્યો હતો. 

જો આપ આપના ઘર કે ફેક્ટરીના ફળિયા કે પાછળના ભાગે જગ્યા હોય કે ક્યારો કે વાડો હોય કે ખેતરાઉ જમીન હોય તો જે જગ્યામાં અલગ અલગ પ્રકારના શાકભાજી કે ફળ ફુલનું વાવેતર કરી અને ઓછી મહેનતે અને નજીવા ખર્ચે માવજત કરી સારી આવક ઉભી કરી શકો તે માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી તથા કેવી જમીન કે જગ્યામાં ક્યા શાકભાજી કે ફળ ફુલનું વાવેતર કેવી રીતે કરાય તે અંગે માહિત આપવામાં આવેલ હતી. 

નાયબ બાગાયત નિયામકની કચેરીના એમ. બી. વાઘમશી અને તેમની ટીમ દ્વારા ‘કિચન ગાર્ડન’ ના વિવિધ વિષયો જેવા કે માઇક્રોગ્રીન્સ, હાઇડ્રોપોનિકસ, સુપર ફુડ, એકઝોટિક વેજીટેબલ તથા વેજીટેબલ ગ્રાફટીંગ, પ્લગ નર્સરી પર માહિતી આપવામાં આવી તથા ખોળ – શાકભાજી બિયારણ કીટ આપવામાં આવી હતી. આ સેમિનારનો બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.

Related posts

Leave a Comment