રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ 5 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં નામદાર એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.5,75,000/-દંડનો હુકમ કરેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ 

· રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘ભગવતી આઇસ્ક્રીમ એજન્સી’, ગોકુલનગર મેઇન રોડ, શેરી નં. 3, વિજય હોટલ વાળી શેરી, રાજકોટ મુકામેથી ‘AJANTA’S AMERICAN DRY FRUIT ICE CREAM (FROM 700 ML PACKED)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં MILK FAT નું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા (1)નમુનો આપનાર પેઢીના માલિક -ધવલકુમાર ચંદુભાઈ ખાખરીયા, (2)ઉત્પાદક પેઢીના નોમિની -પ્રકાશભાઈ અરવિંદભાઇ ગોહેલ તથા (3)ઉત્પાદક પેઢી -અજંતા આઇસ્ક્રીમ પ્રા.લી. ને મળી કુલ રૂ|.2,00,000/- (અંકે રૂપિયા બે લાખ) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

· ફૂડ વિભાગ દ્વારા ‘ભગવતી સેલ્સ એજન્સી’, સહકાર સોસા. મેઇન રોડ, શેરી નં. 2 નો ખૂણો, રાજકોટ મુકામેથી “SHREE KUNJ -COW’S GHEE (FROM 500 ML PACKED)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલ ની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા (1)નમુનો આપનાર પેઢીના માલિક -રાજુજી ભનાજીભાઈ ચૌહાણ તથા (2)ઉત્પાદક પેઢી -કૃષ્ણા ફેટ & પ્રોટીન્સના માલિક મુકેશભાઇ શિવલાલ નથવાણીને મળી કુલ રૂ|.1,75,000/- (અંકે રૂપિયા એક લાખ પંચોતેર હજાર) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

· ફૂડ વિભાગ દ્વારા ‘મે. પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસ’, મનહર પ્લોટ-6 નો ખૂણો, મંગળા મેઇન રોડ, રાજકોટ મુકામેથી ‘શુધ્ધ ઘી (લૂઝ)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલ ની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક મહેન્દ્રભાઇ જમનાદાસ પોપટને રૂ|.50,000/- (અંકે રૂપિયા પચાસ હજાર) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

· ફૂડ વિભાગ દ્વારા ‘કૃષ્ણવિજય ડેરી ફાર્મ’, કેવડાવાડી મેઇન રોડ, ગરબી ચોક, રાજકોટ મુકામેથી ‘ગાયનું ઘી (લૂઝ)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં રિચર્ટ મેસેલ વેલ્યૂ ધારા ધોરણ કરતાં ઓછી તથા હળદરની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા (1)નમુનો આપનાર પેઢીના માલિક -દિપકભાઈ પોપટભાઈ અકબરી તથા (2)રિટેલર પેઢીના માલિક -પોપટભાઈ પ્રેમજીભાઇ અકબરીને મળી કુલ રૂ|.1,00,000/- (અંકે રૂપિયા એક લાખ) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

· ફૂડ વિભાગ દ્વારા ‘મે. પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસ’, મનહર પ્લોટ-6 નો ખૂણો, મંગળા મેઇન રોડ, રાજકોટ મુકામેથી ‘શુધ્ધ ઘી (લૂઝ)’ નો નમુનો પુથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલ ની હાજરી મળી આવતા નમૂનો “સબસ્ટાન્ડર્ડ” જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક મહેન્દ્રભાઇ જમનાદાસ પોપટને રૂ|.50,000/- (અંકે રૂપિયા પચાસ હજાર) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

 

Related posts

Leave a Comment