હિન્દ ન્યુઝ,જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી લાલપુર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેક્ટરએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૦ જેટલા અરજદારોએ રાશનકાર્ડના લાભો મળવા, 7/12 પાનીયા અલગ કરવા, હક્ક પત્રકમાં કુવો તથા બોર ચડાવવા, વરસાદી પાણીનો નિકાલ વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે તમામ પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટરએ અરજદારોના પરિવારની…
Read MoreDay: March 30, 2025
બ્રેઈન ડેડ થયેલા પતિના અંગદાનના નિર્ણય થકી પત્નીએ સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં ગત તા. ૧૮ માર્ચના રોજ મૂળ બિહારના ૪૦ વર્ષીય યુવક ઉમેશ શાહ અકસ્માતનો ભોગ બનતાં તેઓને સારવાર અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેઓ બ્રેઈન ડેડ જાહેર થતા તેમના પત્નીએ પોતાના પતિનું અંગદાન કરવાનો હૃદયસ્પર્શી નિર્ણય લીધો હતો. તેમના નિર્ણય બાદ જી.જી.હોસ્પીટલના ડોક્ટરોએ યુવકનું ઓપરેશન કરી લીવર, બે કીડની અમદાવાદની હોસ્પીટલની ટીમને સોંપ્યા હતા. અને અને બન્ને ચક્ષુનો ઉપયોગ જી.જી. હોસ્પિટલમાં જરૂરિયાતમંદ વ્યક્તિ માટે થશે. આમ પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળશે. યુવકના પત્નીએ અન્ય લોકોને પણ અંગદાનની ઝૂંબેશમાં જોડાવા…
Read Moreજામનગરમાં યોજાનાર JEE Mainsની પરીક્ષાને લઈને પરીક્ષા કેન્દ્રના ૩૦૦ મીટરના વિસ્તારમાં કોપીયર મશીન ધારકો માટે પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા
હિન્દ ન્યુઝ, જામનગર નેશનલ ટેસ્ટીંગ એજન્સી નવી દિલ્હી દ્વારા આયોજિત જોઈન્ટ એન્ટરન્સ એક્ઝામીનેશન(JEE Mains)ની પરીક્ષા તા.૨-૪-૨૦૨૫ થી તા.૦૪-૦૪-૨૦૨૫ તથા તા.૦૭-૦૪-૨૦૨૫થી તા.૦૯-૦૪-૨૦૨૫ દરમિયાન યોજવામાં આવશે. જામનગર જીલ્લામાં મહાપ્રભુજીની બેઠક પાસે અમાત્યા ગ્લોબલ આઈ.ટી.સોલ્યુશન ખાતે આ પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા…
Read Moreજામનગરમાં તા.૩૦ માર્ચના રોજ ઝુલેલાલ જન્મ-જયંતિની ઉજવણીને લઈને વૈકલ્પિક રૂટ જાહેર કરાયો
હિન્દ ન્યુઝ, જામનગરમાં જામનગરમાં આવતીકાલ તા.૩૦-૩-૨૦૨૫નાં રોજ સિંધી સમાજના ઈષ્ટદેવશ્રી ઝુલેલાલની જન્મ-જયંતિની ઉજવણી કરવામાં આવનાર હોવાથી વહેલી સવારથી સમગ્ર સિંધી સમાજના દર્શનાર્થીઓ દર્શન કરવા મંદિરે જતાં હોય છે. તેમજ મંદિરમાં પ્રસાદ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે. તહેવાર/ઉત્સવ દરમ્યાન દર્શનાર્થે આવતા બાળકો, વૃદ્ધ વડીલો તેમજ મહિલાઓ સહિતના લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ આવતીકાલે સવારના ૫:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી તમામ પ્રકારના વાહનો માટે…
Read Moreમનગર જિલ્લાના સોયલ અને બેડ ગામના ટોલટેક્સ પ્લાઝા પરથી પસાર થતા વાહનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર અને એલ.એન્ડ ટી. રાજકોટ-વાડીનાર ટોલ–વે લિમિટેડ વચ્ચે રાજકોટ-જામનગર- વાડીનાર રોડ ચારમાર્ગી બનાવવા અંગે કેન્દ્ર સરકારની વાયેબીલીટી ગેપ ફંડિગ યોજના હેઠળ એગ્રીમેન્ટ કરવામાં આવેલ છે. જે મુજબ નિયત કરેલા વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જે પૈકી, જામનગર જિલ્લામાં જામનગર તાલુકાના બેડ ગામ તથા ધ્રોલ તાલુકાના સોયલ ગામ પાસે ટોલ પ્લાઝા આવેલા છે. ઉપરોક્ત ટોલ પ્લાઝાની આજુબાજુના ગામોના લોકો કોમર્શીયલ વાહનો પણ ધરાવે છે. આવા વાહન ધારકો સરકારના જાહેરનામાંનો અમલ ના કરીને નિયત ટોલ ચાર્જની ચુકવણી કરતા નહી હોવાના બનાવો બનેલા છે. …
Read More